• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોવિડ બાદ વધી રહી છે નૉન-આલ્કોહૉલિક ફેટી લીવરની બિમારીઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શરીરને ડિટોક્સીફાય કરવુ એ તંદુરસ્ત રહેવાની ચાવી છે અને પાચનક્રિયાનુ મહત્વનુ અંગ લીવર આ પ્રક્રિયામાં કેન્દ્રીય ભૂમિકા નિભાવે છે. 19 એપ્રિલે મનાવાતા વિશ્વ લીવર દિવસ પર લીવરની ઘણી બિમારીઓ અને તેની રોકથામ વિશે જાગૃતિ ફેલાવવી જરુરી છે. લીવરની મોટાભાગની બિમારીઓને રોકી શકાય છે.

ડૉક્ટરોના જણાવ્યા મુજબ વર્ક ફ્રૉમ હોમની સ્થિતિ અને લૉકડાઉન દરમિયાન અવરજવરની કમીએ લીવર સાથે જોડાયેલી બિમારીઓ વધારી દીધી છે. મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ, તિરુચિના ડૉક્ટરોએ કહ્યુ કે દારુ સાથે સંબંધિત બિમારી બાદ સૌથી વધુ થતી લીવરની બિમારી ફેટી લીવર છે. ખાસ કરીને નોન-આલ્કોહોલિક. કુલ 40 ટકા દર્દીઓમાં આ પ્રકારના લીવરના રોગો નિદાન કરવામાં આવ્યા છે.

MGMGHના મેડિકલ ગેસ્ટ્રોલૉજી વિભાગના ડૉ. એલ મલારવિઝીએ કહ્યુ, 'એક દશક પહેલા, અમે ક્યારેક જ નૉન-આલ્કોહૉલિક ફેટી લીવર રોગોને જોતા હતા. 10માંથી એક ફેટી લીવર હશે હવે ચારથી પાંચ કેસો લીવર સંબંધિત હોય છે. અમે છેલ્લા અમુક વર્ષોાં આવા કેસોમાં વધારો જોયો છે. ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન અને બાદમાં કારણકે મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા. ગતિહીન જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ભોજનની આદતોના કારણે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. મેદસ્વીતા, ડાયાબિટીઝ, ડિસ્લિપિડેમિયા મુખ્ય કારણો છે.'

ડૉક્ટરોએ એ પણ કહ્યુ કે નૉન-આલ્કોહોલિક ફેટી લીવર રોગ એક ગંભીર ચિંતાનો વિષય બની ગય છે અને હ્રદયરોગ માટે પણ જોખમરૂપ છે. ગ્લેનીગલ્સ ગ્લોબલ હેલ્થ સિટીના હેપેટોલૉજીના નિર્દેશક ડૉ. જય વર્ગીઝે કહ્યુ કે, 'આજે દરેક પરિવારમાં લગભગ એક વ્યકિત ફેટી લીવરથી પ્રભાવિત છે. ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીતા, કોલેસ્ટ્રૉલની જેમ હ્રદયરોગ માટે પણ આ જોખમરૂપ બની ગયુ છે. ફેટી લીવરના કારણે હ્રદય સંબંધી સમસ્યાઓ મુખ્ય ચિંતાનો વિષય છે કારણકે અલ્ટ્રાસાઉન્ડમાં ઘણા દર્દીઓમાં ખાસ કરીને નાની ઉંમરના દર્દીઓમાં આ જોવા મળ્યુ છે.'

ડૉક્ટરોના જણાવ્યા મુજબ ફેટી લીવરનુ વહેલા નિદાન થઈ શકે છે અને તેને સંપૂર્ણપણે ઠીક કરી શકાય છે. જો કે, લીવરની બિમારીઓ શરુઆતના તબક્કામાં લક્ષણ નથી બતાવતી. નૉન-આલ્કોહૉલિક ફેટી લીવર રોગ વિશે બોલતા ડૉ. મલારવિઝીએ કહ્યુ, 'એક સામાન્ય તપાસથી લીવરની સમસ્યાઓ વિશે જાણી શકાય છે અને પારિવારિક ઈતિહાસ કે ડાયાબિટીઝ કે મેદસ્વીતાવાળા વ્યક્તિઓએ નિયમિત રીતે તપાસ માટે જવુ જોઈએ. ઘણા કિશોરોમાં પણ ફેટી લીવર જોવા મળી રહ્યુ છે. એક બેઝિક અલ્ટ્રાસાઉન્ડ કે લીવર ફંક્શન ટેસ્ટ પૂરતો છે. આ બિમારીના કારણે એંટી ઑક્સીડન્ટ્સ વચ્ચે અસંતુલન અને સૂક્ષ્મ પોષક તત્વોનુ અસંતુલન છે. જંક ફૂડના સેવનથી પોષક તત્વોની કમી થવાની સંભાવના થાય છે. વજન ઘટાડવા માટેની દવાઓ વાળ, ત્વચા માટેની કાઉન્ટર દવાઓના કારણે લીવરની સમસ્યાઓ સર્જાઈ શકે છે.'

અપોલો સ્પેશિયાલિટી હૉસ્પિટલ્સના કન્સલન્ટન્ટ ગેસ્ટ્રોલૉજિસ્ટ ડૉ. એસએનકે ચેંદુરને કહ્યુ કે પોસ્ટ કોવિડ કોલાંગિયોપેથી વાયરસના કારણે થતી લીવરની બિમારી છે. અમે રિકવર કોવિડ-19ના દર્દીઓમાં ઠીક થયાના બેથી ત્રણ મહિના બાદ અસ્પષ્ટીકૃત લીવરની બિમારીના અમુક કેસો જોયા. ત્યારથી તેને કોવિડ-પ્રેરિત તરીકે ઓળખવામાં આવ્યા.

English summary
Non Alcoholic fatty liver disease increases after covid-19 says doctors
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X