For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્વિજય સિંહ સામે બિનજામીન પાત્ર વોરંટ જારી

|
Google Oneindia Gujarati News

digvijay singh
ઉજ્જૈન, 3 એપ્રિલ: ઉજ્જૈનની એક કોર્ટમાં કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહ અને સાંસદ પ્રેમચંદ્રા ગૂડ્ડૂની સામે આજે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે.
ફરિયાદી પક્ષ અનુસાર 17 જુલાઇ 2011ના રોજ ઉજ્જૈનમાં ભારતીય જનતા યુવા મોર્ચા તથા કોંગ્રેસ કાર્યકર્તાઓની વચ્ચે થયેલી મારામારીની ઘટના બાદ જીવાજીગંજ પોલીસસ્ટેશનમાં જયસિંહ, અનંત નારાયણ મીણા, મુકેશ ભાટી, અમરલાલ આદીની સામે વિભિન્ન ધારાઓ અંતર્ગત કેસ દાખલ થયો હતો.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ સત્તા તરફથી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, કે આ મામલામાં દિગ્વિજય સિંહ, પ્રેમચંન્દ્ર ગૂડ્ડૂ, હેમંત ચૌહાણ, તથા દિલીપ ચૌધરીને પણ આરોપી બનાવવામાં આવે.

ઉજ્જૈન દશમાં અધિક સત્ર ન્યાયાધિશ દીપેશ તિવારીની કોર્યમાં સત્તાપક્ષની અરજી સ્વીકાર કરતા ઉપરોક્ત ચારેયને સમન્સ જારી કર્યા હતા. આ મામલાની પાછલી સુનવણીમાં હેમંત અને દિલીપે જામીન લીધા હતા, જ્યારે દિગ્વિજય અને પ્રેમચંદ્ર તરફથી આ મામલે વ્યક્તિગતરૂપે હાજર રહેવાથી છૂટ આપવા અંગે અરજી કરી હતી.

આ મામલાની આજે થયેલી સુનવણીમાં કોર્ટે તેમની અરજી સ્વીકાર કરી સિંહ અને ગૂડ્ડૂની સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરી દીધું અને સુનવણી માટે 30 એપ્રિલની તારીખ નિર્ધારીત કરી છે.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
A local court here today issued a non-bailable arrest warrant against Congress General Secretary Digvijay Singh and Ujjain's Congress MP Prem Chand Guddu after they failed to appear before it in connection with a case against them and others for allegedly thrashing Bharatiya Janata Yuva Morcha (BJYM) workers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X