વૈશ્વિક પરિષદ: ભારતે પાક અને નોર્થ કોરિયાને ના આપ્યું આમંત્રણ

Written By:
Subscribe to Oneindia News

નવી દિલ્હીમાં બે દિવસીય ગ્રાહક સંરક્ષણ સંમેલન શરૂ થવાનું છે. 26 અને 27 ઓક્ટોબરમાં શરૂ થનારા આ કાર્યક્રમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરશે. જો કે આ કાર્યક્રમ માટે પાકિસ્તાન અને નોર્થ કોરિયાને આમંત્રણ નથી આપવામાં આવ્યું. આ અંગે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને નોર્થ કોરિયાને છોડીને અન્ય તમામ 23 એશિયાઇ દેશોને અમે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે યુએનસીટીએડીના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, અફધાનિસ્તાન, થાઇલેન્ડ, મ્યાંમાર સમેત 23 એશિયાઇ દેશો સામેલ થશે.

india

પાસવાને આ પ્રસંગે કહ્યું કે અમે પાકિસ્તાન અને નોર્થ કોરિયાને આમંત્રણ નથી આપ્યું પણ ચીન સાથે અન્ય દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો કે પાસવાને પાકિસ્તાન અને નોર્થ કોરિયાને કેમ આમંત્રણ નથી આપ્યું તે અંગે કોઇ સ્પષ્ટતા નથી આપી. આ કાર્યક્રમનો ઉદ્દેશ છે ગ્રાહકોના હિતોનું રક્ષણ ખાય અને સંયુક્ત રાષ્ટ્રના આ મામલે જે નિયમો છે તેને લાગુ કરી શકાય. ત્યારે પહેલીવાર ભારત તરફથી કોઇ વૈશ્વિક કાર્યક્રમમાં પાકિસ્તાનને અધિકૃત રીતે નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે. આ પહેલા જ્યારે સીમા પર ધર્ષણ વધ્યું છે ત્યારે જ આવા કઠોર પગલાં લેવામાં આવ્યા છે.

English summary
North Korea and Pakistan not invited in India for global confrence. Read More Detail here.
Please Wait while comments are loading...