For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિદમ્બરમને શંકા-'2014માં કોઇને નહીં મળે બહુમતી'

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 14 ડિસેમ્બર: એવું લાગી રહ્યું છે કે દેશના નાણામંત્રી પી. ચિદમ્બરમ હવે ભવિષ્યવિદ બની ગયા છે તેમને લાગે છે કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી બાદ પૂર્ણ બહુમતીથી કોઇ પણ દળની સરકાર બનવી મુશ્કેલ છે. ચિદમ્બરમે આવી આશંકા એક કાર્યમમાં વ્યક્ત કરી હતી.

એનએસઇની 20મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં આજે અત્રે આયોજિત એક સમારંભમાં ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે 'પરંતુ જો એવું થાય છે, તો નબળાઇઓને દૂર કરવાનો તે એક અવસર રહેશે. મને લાગે છે કે ચૂંટણી સુધી ઇંતેજાર કરવો જોઇએ. હું ચોક્કસપણે નહીં કહી શકું કે આ ચૂંટણીમાં કોઇને પણ સંસદમાં પૂર્ણ બહુમતી મળી શકશે.'

ચિદમ્બરમે જણાવ્યું કે ભારતીય લોકતંત્ર મંથનમાંથી પસાર થઇ રહ્યું છે. તેમની નઝરમાં પાછલા 60 વર્ષોના ઇતિહાસમાં ભારતીય લોકતંત્ર પોતાની સૌથી નબળી સ્થિતિમાં છે. તેમણે જણાવ્યું કે 'અમારી સંસ્થાના હદથી આગળ વધવાને બદલે કાર્યોના નિષ્પાદનમાં ખલેલ અથવા અડચણ ઉત્પન્ન થઇ રહી છે, સંસદ ઘણી હદ સુધી નબળી બની ગઇ છે અને અહીં એક ખોટી ધારણા છે કે અમારી તમામ સમસ્યાઓનો એક ન્યાયિક હલ છે. '

chidambaram
નાણા મંત્રીએ જણાવ્યું કે 'સંસદનું કામ કાયદો બનાવવાનું છે અને ન્યાયપાલિકાએ તેને સ્વીકાર કરવું જોઇએ. અત્રે કોઇ ન્યાયિક માપદંડ નથી. જેના થકી ન્યાયાધીશ કોઇપણ મુદ્દે નિર્ણય લઇ શકે. ન્યાયાધીશ માત્ર એ જ મુદ્દા પર નિર્ણય લઇ શકે છે, જ્યા કોઇ ન્યાયિક માપદંડ હોય.'

English summary
Not sure if 2014 general elections will throw a solid government: Chidambaram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X