For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર નહી, પણ દેશની અસ્મિતાનો સવાલ છે: ભાગવત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mohan-bhagawat
અલ્હાબાદ, 7 ફેબ્રુઆરી: ગુરૂવારે અલ્હાબાદના કુંભમાં સંતોની એક વિશેષ સંસદ થશે તે પહેલાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે ફક્ત રામ મંદિરની વાત નથી આ દેશની અસ્મિતાનો સવાલ છે. ધર્મ સંસદ વિશે તેમને કહ્યું હતું કે કોઇ એક વિષય પર વાત થશે નહી.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અંગે પ્રશ્ન પુછવામાં આવતાં તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. તેમને એમ પણ કહ્યું હતું કે ભાજપ, સંઘ અને વિહિપ કોઇપણ પ્રકારની હિંસા કરતું નથી. મોહન ભાગવતે સુશિલ કુમાર શિંદેના નિવેદન અંગે વાંધો ઉઠાવ્યો હતો.

મોહન ભાગવતે કહ્યું હતું કે અમે દેશને સ્વસ્થ દેશ બનાવીશું અને તે એક સનાતન ધર્મ દ્રારા થશે. રાવણ સાથે લડવું તો છે પરંતુ અમારી મદદ કરનારા કોઇ પરાક્રમી નથી. લોકશાહી પ્રાપ્ત કરવા માટે અમારે જે જોઇએ છે તે અમારી પાસે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે સંતોની એક વિશેષ સંસદ થશે, જેમાં સાત હજારથી વધુ સાધુ-સંતો ભાગ લેશે. આ સંસદમાં માર્ગદર્શન મંડળ ભગવાન રામ મંદિરના નિર્માણ પર એક પ્રસ્તાવ રજૂ કરશે.

કેવી હશે ધર્મ સંસદ

ધરતીના સૌથી મોટા ધાર્મિક આયોજનમાં ધર્મની એક વિશેષ સંસદ યોજાઇ રહી છે. બપોરે બે વાગે સંતોનું મિલન થશે જ્યાં સાધુ-સંતો સાથે હિન્દુ ધર્મની રાજકીય ફ્હજા ફરકાવનાર પુરૂષો પણ જોડાયા છે. વિશ્વ હિન્દૂ પરિષદ ઉપરાંત, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ અને સાત હજર સંતની હાજરીમાં માર્ગદર્શક મંડળ રામ મંદિર પર એક પ્રસ્તાવ રજૂ કરશે.

English summary
Mohan Bhagwat Said on thursday this is not the issue of Ram Mandir but the Nation Pride.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X