For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણીતા ફૂડ એક્સપર્ટ તરલા દલાલનું મુંબઇમાં નિધન

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 6 નવેમ્બર : દુનિયાભરમાં પ્રસિદ્ધિ પામેલા ફૂડ એક્સપર્ટ, ઇન્ડિયન ફૂડ રાઇટર અને શેફ પદ્મશ્રી તરલા દલાલનું આજે મુંબઇમાં નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર સાંભળીને અનેક ગૃહિણીઓને આંચકો લાગ્યો છે. તરલાબેન ઘણી ભારતીય વાનગીઓ, ખાસ કરીને ગુજરાતી વાનગીઓમાં નિષ્ણાત હતાં.

તરલાબેને પાકશાસ્ત્રને લગતાં 100થી વધારે પુસ્તકો લખ્યાં છે. તેઓ પાકશાસ્ત્રને સંબંધિત ભારતની સૌથી મોટી ફૂડ વેબસાઈટ ચલાવતા હતા અને એક સામયિકનું પ્રકાશન પણ કરતાં હતાં. તેમણે લખેલાં પુસ્તકો લાખોની સંખ્યામાં વેચાયા છે. એમનું પ્રથમ પુસ્તક 'ધ પ્લેઝર્સ ઓફ વેજિટેરિયન કૂકિંગ' 1974માં પ્રકાશિત થયું હતું.

સોની ટીવી પર એમનો 'તરલા દલાલ શૉ' અને 'કૂક ઈટ અપ વિથ તરલા દલાલ' જાણીતા છે. એમનાં કૂકિંગ શૉ ભારત ઉપરાંત સાઉથ ઈસ્ટ એશિયા, બ્રિટન અને અમેરિકામાં પણ પ્રસારિત કરાયા છે. તરલાબેનને 2007માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કર્યા હતા.

1

1

તરલા દલાલનો જન્મ 1936માં પુનામાં થયો હતો

2

2

લગ્ન બાદ મુંબઇમાં શિફ્ટ થયા બાદ 1966માં તેમણે ઘરમાં રસોઇના વર્ગો લેવાનું શરૂ કર્યું હતું.

3

3

તરલા દલાલ વિશ્વના ટોચના 5 બેસ્ટ સેલિંગ કૂકરી રાઇટર પૈકી એક છે.

4

4

તેઓ ટોકિયો, જકાર્તા, હોંગ કોંગ, સિંગાપોર, બ્રુસેલ્સ, એન્ટવર્પ, લિસ્બન, ઝુરિચ, ઝૈરોબી, લંડન, ટોરેન્ટો, ન્યુયોર્ક, ડર્બન વગેરે શહેરોમાં કૂકિંગ ક્લાસ સેશન યોજતા હતા.

5

5

તેમની કૂકિંગ બુક્સ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, બંગાળી વગેરે ઉપરાંત ડચ અને રશિયન ભાષામાં પણ પ્રકાશિત થઇ છે.

6

6

તેમના દ્વારા ચલાવાતી દેશની સૌથી મોટી કૂકિંગ સાઇટ પર 1,50,000થી વધારે રજિસ્ટર્ડ મેમ્બર્સ છે.

7

7

રલા દલાલ સોની ટીવી પર એમનો 'તરલા દલાલ શૉ' અને 'કૂક ઈટ અપ વિથ તરલા દલાલ' જાણીતા છે. તેઓ તેમનો તરલા દલાલ બ્લોગસ્પોટ પણ ચલાવતા હતા.

8

8

તરલાબેનને 2007માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કર્યા હતા.

English summary
Noted Indian food writer and Chef Tarla Dalal passed away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X