For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ, બ્લેક ફંગસને મહામારી એક્ટ અંતર્ગત અધિસૂચિત કરો

કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ, બ્લેક ફંગસને મહામારી એક્ટ અંતર્ગત અધિસૂચિત કરો

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કહ્યું કે તેઓ મ્યૂકર માઈકોસિસ (બ્લેક ફંગસ)ને મહામારી રોગ અધિનિયમ 1897 અંતર્ગત એક સૂચિત રોગ બનાવો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને કહ્યું કે તેઓ બ્લેક ફંગસના તમામ મામલાનો રિપોર્ટ કરે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે તમામ સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ અને મેડિકલ કોલેજ સ્વાસ્થ્ય મંત્રાલય અને ICMR દ્વારા જાહેર દિશા-નિર્દેશોનું પાલન કરશે. કેન્દ્રના આ આદેશ બાદથી હવે તમામ રાજ્ય સ્વાસ્થ્ય મંત્રાલયને બ્લેક ફંગસના મામલાની જાણકારી આપશે.

black fungus

જણાવી દઈએ કે હરિયાણા, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યો પહેલેથી જ બ્લેક ફંગસને મહામારી ઘોષિત કરી ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે રાજ્યોને લખેલા પત્રમાં કહ્યું કે તમામ સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ અને મેડિકલ કોલેજોએ બ્લેક ફંગસની તપાસ, ડાયગ્નોસિસ, પ્રબંધન માટે ICMR અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના દિશાનિર્દેશોનું પાલન કરવું પડશે.

આ પણ વાંચો

આ લોકોને બ્લેક ફંગસનો સૌથી વધુ ખતરો

એમ્સ ડાયરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોનાવાયરસની પહેલાં પણ ફંગલ ઈન્ફેક્શન જોવા મળ્યું હતું પરંતુ આ બહુ જ દુર્લભ હતું. જે લોકોને ડાયાબિટીઝ, ઈમ્યૂનિટી બહુ ઓછી હોય અથવા કીમોથેરેપી ચાલી રહી હોય તેવા કેન્સરના દર્દીઓમાં બ્લેક ફંગસ વધુ જોવા મળે છે.

English summary
Center directed states to notify the black fungus under the Epidemic Act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X