For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઉદને મોદીથી લાગ્યો ડર, પાકિસ્તાની બહાર નથી નીકળ્યો

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દાઉદને મોદીથી લાગ્યો ડર, ઓગસ્ટ પછી પાકિસ્તાની બહાર નથી નીકળ્યો

દાઉદને મોદીથી લાગ્યો ડર, ઓગસ્ટ પછી પાકિસ્તાની બહાર નથી નીકળ્યો

જીંદગીની બાજી લગાવીને મોત સાથે જુગાર રમવામાં માહેર એવો ડૉન દાઉદ ઇબ્રાહીમ ડરીને અંડરગ્રાઉન્ડ થઇ ગયો છે. જી હા, દાઉદ ઇબ્રાહીમ પર પાકિસ્તાને તમામ પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. અને દાઉદની ગતિવિધીઓ કરાંચી સુધી સિમીત કરી દેવામાં આવી છે. સાફ શબ્દોમાં ડૉન પાકિસ્તાનમાં નજરકેદ થઇ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ રીતે દબાવ બનાવીને રાખ્યો છેકે ડૉન દાઉદ ઇબ્રાહીમ ઓગસ્ટ મહિના બાદ પાકિસ્તાનની બહાર જ નથી નીકળ્યો.

બાલીમાં જ્વાળામુખી ફાટવાથી છોટા રાજનને ભારત લાવવામાં વિલંબ

બાલીમાં જ્વાળામુખી ફાટવાથી છોટા રાજનને ભારત લાવવામાં વિલંબ

અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનને આજે ભારતીયો એજન્સીઓ ભારત લાવવાની હતી, પરંતુ હવે સમાચાર મળી રહ્યાં છેકે તેને ભારત લાવવામાં વિલંબ થઇ શકે છે. ઇન્ડોનેશિયાએ પ્રત્યાર્પણની બધી જ પ્રક્રિયા પૂરી કરી લીધી છે. પરંતુ જ્વાળામુખી ફાટવાના કારણે બાલી એરપોર્ટ બંધ છે, અને તેને લઇને છોટા રાજનને ભારત લાવવામાં વિલંબ થઇ શકે છે.

છોટા રાજનના ત્રણ શાર્પ શૂટરની અલ્હાબાદમાંથી ધરપકડ

છોટા રાજનના ત્રણ શાર્પ શૂટરની અલ્હાબાદમાંથી ધરપકડ

અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનની ધરપકડ બાદ તેને ભારત લાવવાના પ્રયાસોએ રફ્તાર પકડી છે. આ દરમ્યાન જ ખબર આવી રહી છેકે ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાંથી છોટારાજન ગેંગના ત્રણ શાર્પ શુટરની ધરપકડ કરવામાં આવી છે.

ઉબેર રેપ કેસના આરોપી શિવકુમારને આજીવન કેદ

ઉબેર રેપ કેસના આરોપી શિવકુમારને આજીવન કેદ

દેશની રાજધાનીમાં બનેલા ઉબેર કેબ રેપ કેસમાં મહિલા સાથે બળાત્કારના આરોપી શિવકુમારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસની ફાસ્ટટ્રેક કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફાસ્ટટ્રેક કોર્ટે માત્ર 11 મહિનામાં કેસમાં સુનાવણી કરતા કેસના આરોપી શિવકુમારને આજીવન કારાવાસની સજા ફટકારી છે.

ગૌ માંસ વિવાદમાં હવે મુલાયમના વહુ, ગાયને કહી માતા

ગૌ માંસ વિવાદમાં હવે મુલાયમના વહુ, ગાયને કહી માતા

હાલમાં યુપીના રાજકારણમાં ગૌ માંસનો મુદ્દો છવાયેલો છે. જેની આગ આખા દેશમાં ફેલાઇ રહી છે. તમામ લોકો આ મુદ્દાને લઇને નિવેદનો કરી રહ્યાં છે. ત્યારે હવે મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવે ટ્વિટ કર્યું છેકે ગાય આપણી માતા છે, અને ગૌ માંસ ખાવુ યોગ્ય નથી.

એક ભૂલ, પાણીની ડૉલમાં માસૂમ પડી જતા મોત

એક ભૂલ, પાણીની ડૉલમાં માસૂમ પડી જતા મોત

થોડી બેદરકારીના કારણે એક માસૂમ બાળકે પોતાના જીવથી હાથ ગુમાવવો પડ્યો હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જી હા, કાનપુરમાં એક માસૂમ બાળકનું પાણીની ડૉલમાં પડી જતા મોત થયુ હોવાના સમાચાર મળી રહ્યાં છે. આ ઘટનાને લઇને પરિવાર શોકગ્રસ્ત બન્યો છે.

ભગવાન રામનો જન્મ અયોધ્યામાં નહીં, પાકિસ્તાનમાં થયો હતો?

ભગવાન રામનો જન્મ અયોધ્યામાં નહીં, પાકિસ્તાનમાં થયો હતો?

આ સમયે આપણાં દેશમાં ધર્મને લઇને ઘણાં વિવાદ ચાલી રહ્યાં છે. આ બધાની વચ્ચે એક પુસ્તકની આશ્ચર્યચકિત વાતે લોકોમાં એક નવી ચર્ચા જગાવી છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સહાયક મહાસચિવ અબ્દુલ રહીમ કુરેશીએ પોતાની પુસ્તકના અયોધ્યા પ્રકરણમાં એક તથ્ય અંગે તર્ક કર્યું છેકે વેદ અથવા તો પુરાણમાં ક્યાંક નથી લખવામાં આવ્યુ કે રામનો જન્મ ગંગાના કોઇ મેદાની વિસ્તારમાં થયો હોય. પરંતુ હકીકતમાં રામનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. હવે આ મુદ્દાને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે.

કેરળની મસ્જીદમાં હિંદુ માટે પ્રાર્થનાસભા

કેરળની મસ્જીદમાં હિંદુ માટે પ્રાર્થનાસભા

હાલમાં દેશમાં જે રીતે ધાર્મિક અસહિષ્ણુતાનો માહોલ બન્યો છે તેવામાં કેરળમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છેકે જે તમને કઇંક શીખવા અને વિચારવા પર મજબૂર કરી શકે છે. જી હા, કેરળના મલ્લાપુરમમાં એક મસ્જીદમાં દર વર્ષે એક હિંદુની શહીદીની યાદમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે છે.

બિહાર ચૂંટણી: સટ્ટાબજારમાં NDAની બોલબાલા

બિહાર ચૂંટણી: સટ્ટાબજારમાં NDAની બોલબાલા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં હવે માત્ર પાચમાં અને અંતિમ તબક્કાનું મતદાન બાકી છે, તે પહેલા જ સટ્ટાબજારમાં રાજનૈતિક પાર્ટીઓની હાર અને જીતની ચર્ચાઓએ હવા પકડી છે. સટ્ટાબજારમાં ભાજપના નેતૃત્વવાળા NDAની બોલબાલા વધુ છે.

પાંચ લાખના ઇનામી બાબા રામદેવની બિહારમાંથી ધરપકડ

પાંચ લાખના ઇનામી બાબા રામદેવની બિહારમાંથી ધરપકડ

પોલીસ, CRPF અને કોબરા બટાલિયનની મદદથી પાંચ લાખના ઇનામી નક્સલી બાબા રામદેવને કાર્બાઇનની સાથે બારાચટ્ટી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ નક્સલી પર પાંચ લાખનું ઇનામ હતુ. મહત્વપૂર્ણ છેકે બાબા રામદેવ પર ઝારખંડ અને બિહારના વિવિધ પોલીસ સ્ટેશનમાં 25થી વધુ મામલા નોંધાયેલા છે.

મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદે SRKને પાકિસ્તાન આવવાનું આપ્યું આમંત્રણ

મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદે SRKને પાકિસ્તાન આવવાનું આપ્યું આમંત્રણ

આખાય દેશમાં હાલમાં અસહિષ્ણુતાનો માહોલ છે. જેને લઇને આપણા દેશમાં સાહિત્યાકારો અને કલાકારો પોતાના અવોર્ડ્ઝ પણ પરત કરી રહ્યાં છે. પરંતુ હવે આ મુદ્દામાં આતંકીઓ પણ શામેલ થઇ ગયા છે. જી હા, મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફીઝ સઇદે શાહરૂખ ખાનને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યુ છે. જેને લઇને હવે ચિનગારી આગ બની ગઇ છે.

પાકિસ્તાનના એજન્ટ છે શાહરૂખ, દેશદ્રોહનો કેસ ચાલવો જોઇએ

પાકિસ્તાનના એજન્ટ છે શાહરૂખ, દેશદ્રોહનો કેસ ચાલવો જોઇએ

સાધ્વી પ્રાચીએ સુપરસ્ટાર શાહરૂખ ખાનને લઇને ફરી એકવખત વિવાદીત નિવેદન આપ્યું છે. જી હા, સાધ્વી પ્રાંચીએ શાહરૂખને પાકિસ્તાનના એજન્ટ કહ્યાં છે, વધુમાં સાધ્વી પ્રાંચીએ શાહરૂખ પર દેશદ્રોહનો કેસ ચાલવો જોઇએ તેવી વાત પણ જણાવી હતી.

પીએમ મોદી SRKની માંગે માફી: કોંગ્રેસ

પીએમ મોદી SRKની માંગે માફી: કોંગ્રેસ

ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ પોતાના એક નિવેદનમાં બોલીવુડ બાદશાહ શાહરૂખને દેશદ્રોહી કહ્યાં હતા. અને હવે આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આ મુદ્દાની આલોચના કરતા કહ્યું કે આ મુદ્દે પીએમ મોદીએ શાહરૂખ ખાનની માફી માંગવી જોઇએ.

કમલ હસને કહ્યું અવોર્ડ પરત કરવો સરકાર અને જનતાનું અપમાન છે

કમલ હસને કહ્યું અવોર્ડ પરત કરવો સરકાર અને જનતાનું અપમાન છે

રોજે રોજ અવોર્ડ્ઝ પરત કરવાના આવી રહેલા સમાચારોની વચ્ચે ભારતીય સિનેમાના મહાન ફિલ્મકાર અને અભિનેતાઓમાંથી એક એવા કમલ હસને પોતાના રાષ્ટ્રીય પુરસ્કારોને પરત કરવા માટે સાફ સાફ ના કહી દીધુ છે. અને કહ્યું છેકે પુરસ્કાર પરત કરવા એ સરકાર અને જનતાનું અપમાન છે.

ધોની-કોહલી માટે કપિલે કહ્યું બાપ બાપ હોય છે, અને દિકરો દિકરો

ધોની-કોહલી માટે કપિલે કહ્યું બાપ બાપ હોય છે, અને દિકરો દિકરો

ફરી એકવખત ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે કંઇક એવુ કહી દીધુ કે બધાને સાંભળીને આશ્ચર્ય થઇ જશે. ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની ક્ષમતા પર સવાલ ઉઠાવનાર કપિલ દેવે કહ્યું છેકે મહેન્દ્ર સિંહ ધોનીની આગળી વિરાટ કોહલી હજી બાળક છે. તેમણે વધુમા કહ્યું કે બાપ બાપ હોય છે, અને દીકરો દીકરો, ધોની કેપ્ટનશીપના બાપ છે.

English summary
November 4: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X