For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ઉત્તર પ્રદેશમાં 2856 કરોડનું ટોઇલેટ કૌભાંડની ભાંજગડ

|
Google Oneindia Gujarati News

લખનૌ, 22 એપ્રિલ : એક તરફ ઉત્તર પ્રદેશ સરકારના કર્મચારીઓ સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત શાળાઓમાં અભિયાન ચલાવી રહ્યા છે, તેની સફળતા માટે રેલીયો યોજી રહ્યા છે ત્યારે બીજી તરફ રાઇટ ટુ ઇન્ફોર્મેશન (આરટીઆઇ) હેઠળ આ જ અભિયાનમાં ચાલી રહેલા કૌભાંડો બહાર આવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના આરટીઆઇ કાર્યકર્તા ઉર્વશી શર્માએ ઉત્તર પ્રદેશ શાસનના પ્રાથમિક શિક્ષણ વિભાગ પાસેથી સર્વ શિક્ષણ અભિયાનના નાણાકીય વર્ષ 2007-08થી વર્ષ 2011-12ના આંકડાકીય હિસાબો માંગ્યા હતા. તેમને માહિતી નહીં મળતા તેમણે ઉત્તર પ્રદેશના પ્રાથમિક શિક્ષણ વિભાગના મુખ્ય સચિવને અરજી મોકલી આપી હતી. ત્યાર બાદ તેમને મળેલી માહિતીમાં ચૌંકાવનારી વિગતો બહાર આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ વર્ષના સમયગાળામાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત 1,538 ટોઇલેટને મંજૂરી આપવામાં આવી અને બનાવવામાં આવ્યા. ભારત સરકારે આ ટોઇલેટ બનાવવા માટે પ્રતિ ટોઇલેટ રૂપિયા 24000ને મંજૂરી આપી છે. આ રકમ અનુસાર 1538 ટોઇલેટ માત્ર 369 લાખ 12 હજાર રૂપિયામાં બની જવા જોઇએ.

આ સામે ઉત્તર પ્રદેશ સરકારે 1538 શૌચાલયે 2 લાખ 9 હજાર રૂપિયાના દરે કુલ 3225 લાખ 81 હજાર રૂપિયામાં તૈયાર કર્યા છે. આ રીતે ઉત્તર પ્રદેશના ભ્રષ્ટ અધિકારીઓએ 2856 લાખ 69 હજાર રૂપિયાનું ટોઇલેટ કૌભાંડ કર્યું છે.

બીજી નોંધનીય બાબત એ છે કે સમગ્ર રકમમાંથી 60 ટકા એટલે કે 1944 લાખ રૂપિયા માત્ર આગરાને ફાળવવામાં આવ્યા હતા. જ્યારે 40 ટકાથી પણ ઓછી રકમ ઉત્તર પ્રદેશના બાકી જિલ્લાઓમાં ટોઇલેટ નિર્માણ માટે ફાળવવામાં આવી હતી.

English summary
Now 2856 crore toilet scam in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X