તમીલનાડુ અને આંધ્ર પ્રદેશમાં નીલમ તોફાનનો ખતરો

હવામાન વિભાગે કહ્યુ છે કે બંગાળના અખાતમાં ભારે દબાણ સર્જાયો છે 30મી ઑક્ટોબરથી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા છે, જે 31મી ઑક્ટોબરની મધ્ય રાત્રીથી ઉત્તરીય તમીલનાડુ અને દક્ષીણ આંધ્ર પ્રદેશ પરથી પસાર થશે.
ચેન્નાઇના સાઉથ-સાઉથઇસ્ટ 550 કિ.મી. અને ત્રિન્કોમાલીના ઇસ્ટ અને નોર્થઇસ્ટ 200 કિ.મી દૂર આવેલા બંગાળના સાઉથવેસ્ટ અખાતમાં ભારે દબાણ સર્જાયું છે, જો આ દબાણ તોફાનમાં પરિવર્તિત થશે તો તે રાજ્યમાં આવનારું ઋતુનું પહેલું તોફાન હશે. આ તોફાન વેસ્ટ-સાઉથવેસ્ટમાં ત્રિન્કોમાલી અને નોર્થવેસ્ટ તરફ ફંટાય જશે તેવી આશા છે.
આ તોફાન નોર્થ તમીલનાડુને ક્રોસ કરીને સાઉથ આંધ્રપ્રદેશના નાગાપટ્ટિનમ અને નેલ્લોર વચ્ચે 31મી ઑક્ટોબરની મધ્યરાત્રીએ જોવા મળશે. રાજ્યના અનેક ભાગોમાં ભારે હવાનો અનુભવ થવા લાગ્યો છે, જ્યારે કુડ્ડાલોર, નાગાપટ્ટિનમ અને પુડુચેરીમાં વરસાદ પડવાની શરૂઆત થઇ ગઇ છે, અન્ય જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.












Click it and Unblock the Notifications
