For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કયું ભાણું જીતશે તમારું દિલઃ નમો થાળી કે રાગા ડિશ?

|
Google Oneindia Gujarati News

લખનઉ, 13 માર્ચઃ આગામી લોકસભા ચૂંટણીનો ગરમાવો હવે ખાણી પીણીમાં પણ જોવા મળી રહ્યો છે. અલ્હાબાદના એક રેસ્ટોરાં આવેલું છે, જે ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નામ પર ક્રમશઃ નમો અને રાગા થાળીઓ પીરસવામાં આવી રહી છે. રેસ્ટોરાંમાં આવનારા લોકો ભોજનનો સ્વાદ લેવાની સાથોસાથ રાજકીય ચર્ચાઓ પણ કરતા અહીં જોવા મળી રહ્યાં છે.

narendra-modi-rahul-gandhi
અલ્હાબાદની સિવિલ લાઇન્સ સ્થિત તંદૂર રેસ્ટોરાંએ પોતાના મેન્યૂમાં ચૂંટણી તડકો લગાવતા આ પહેલનું નામ ‘મિશન મેન્યૂ 2014' રાખ્યું છે. રેસ્ટોરાંના માલિક રાજીવ જયસ્વાલે કહ્યું કે, અમારો હેતુ કોઇ દળ અથવા નેતાનો પ્રચાર કરવાનો નથી, પરંતુ લોકોને ચૂંટણી અને મતદાન પ્રત્યે જાગરૂક કરવાનો છે.

રાગા એટલે કે રાહુલ ગાંધી થાલી જેમાં દક્ષિણ અને ઉત્તર ભારતીય વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઝંડાનો રંગ તિરંગા જેવો છે, તેથી લીલી, સફેદ અને લાલ રંગની ચટણી થકી રાગા થાળીના વ્યંજનોને તિરંગાનો પ્રતિરૂપ આપવામાં આવ્યો છે. 90 રૂપિયાની આ થાળીમાં વડા, ઇડલીની સાથોસાથ પરાઠા પણ હોય છે. તો બીજી તરફ નમો એટલે કે નરેન્દ્ર મોદી થાળીમાં ગુજરાતી સ્વાદ હોય છે. જેમાં દાળ, બે શાક, જીરા રાઇસ, ગુલાબ જામુ અને મિસ્સી રોટીની સાથે ગુજરાતી ખાખરા પાપડ પણ છે. કેસરિયા રંગનો રાયતાથી નમો થાળીમાં ભગવા રંગ ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નમો થાળીની કિંમત 110 રૂપિયા છે, ચૂંટણી મોસમમાં આ પ્રકારની થાળીઓ પીરસવાનો વિચાર રેસ્ટરાં પ્રબંધક અરૂણ શુક્લનો છે, જેમનું કહેવું છે કે, દેશમાં રાહુલ અને મોદીને લઇને જે ચર્ચા થઇ રહી છે તેને મસાલે દાર બનાવવા, ગ્રાહકોને ચૂંટણી સાથે જોડવા અને તેમા મતદાન પ્રત્યે જાગરૂકતા લાવવાના ઉદ્દેશ્યથી તેની શરૂઆત કરવામાં આવી છે. શુક્લ અનુસાર, સારા આહારથી સારા વિચાર પણ ઉદ્ભવે છે. લોકો સારું ખાશે તો સારું વિચારશે પણ અને સાચું મતદાન કરવાનો નિર્ણય કરશે, જેનાથી દેશને સાચુ નેતૃત્વ મળશે.

English summary
restaurant owner in Civil Lines in Allahabad has dedicated his menu card to the leaders hitting the headlines. Named after Congress Vice-President Rahul Gandhi and BJP's Prime Ministrial candidate Narendra Modi, the menu is part of the 'Mission May 2014' special menu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X