હવે SIM કાર્ડ ખરીદવા ફિંગરપ્રિન્ટ આપવી જરૂરી

ગૃહ મંત્રાલયે ટેલિકોમ વિભાગને એક નોંધ મોકલી છે. આ નોંધમાં સેલફોન સર્વિસ પ્રોવાઇડર્સ માટે ફોન નંબર એક્ટિવેટ કરતા પહેલા ગ્રાહકોની આંગળીઓની ફિંગરપ્રિન્ટ્સ અથવા અન્ય બાયોમેટ્રિક ઓળખ મેળવવાનું ફરજિતાત કરવાની વાત કહેવામાં આવી છે.
આ સાથે મંત્રાલયે ટેલિકોમ વિભાગને એક એવો સેન્ટ્રલ ડેટાબેઝ તૈયાર કરવાની સલાહ આપી છે, જ્યાં બધા જ સબસ્ક્રાઇબર્સના બાયો મેટ્રિક ડેટા ઉપલબ્ધ હોય. આ ડેટાને રાષ્ટ્રીય સુરક્ષા માટે નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડની પાસે સુરક્ષિત રાખવાની વાત પણ કહેવામાં આવી છે.
અત્યાર સુધી સિમ કાર્ડ ખરીદી તેનો ઉપયોગ આતંકવાદની ઘટનાઓને અંજામ આપવા માટે કરવામાં આવતો હોવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. ગૃહ મંત્રાલયે આ બાબતને રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમરૂપ ગણાવીને સિમકાર્ડનો દુરુપયોગ રોકવા માટે આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા માટે જણાવવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
