હવે એમપીમાં થયો પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર

એમપીની આ ગુડિયાની હાલત જ્યારે શનિવાર રાત્રે બગડવા લાગી તો તેને એર એમ્બ્યુલન્સથી નાગપુરની એક હોસ્પિટલમાં લાવવામાં આવી છે. પોલીસે જણાવ્યાનુસાર આ પાંચ વર્ષની બાળકી ફિરોજ ખાન નામની એક વ્યક્તિએ 17 એપ્રિલે પોતાની હવસનો શિકારી બનાવી હતી. તેને ચોકલેટ આપવાના બહાને તેને બોલાવી અને અપહરણ કરી તેને રૂમમાં લઇ ગયા. પાવર પ્લાન્ટનું કામ કરનારા ફિરોજે તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને નજીકના ફાર્મમાં ફેંકી દેધી.
18 એપ્રિલની રાત્રે બાળકીએ માતા-પિતાને તે બેભાન હાલતમાં મળી અને તુરંત જબલપુર મેડિકલ કોલેજ લઇ જવામાં આવી હતી. ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી. બાળકીની હાલત શરૂઆતથી જ સ્થિર થઇ ગઇ, પરંતુ ગત રાત્રે તેની હાલત વધુ બગડી ગઇ, ત્યારબાદ તેને એર એમ્બ્યુલન્સમાં નાગપુર લઇ ગયા.
હાલ આ બાળકીની સારવાર ચાલી રહી છે. ડોક્ટર્સે કંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો છે. ઘંસોર પોલીસના ઇન્સ્પેક્ટર આરડી ભારતીએ અનુસાર ઘારા અપહરણ અને બળાત્કારની ધારાઓ 363, 366 અને 376 હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. ફિરોજ ખાન બિહારના રહેવાસી છે અને તેની શોધખોળ કરવા માટે મધ્ય પ્રદેશ પોલીસની બે ટીમો દિલ્હી અને બિહાર રવાના થઇ ગઇ છે.












Click it and Unblock the Notifications
