હવે મોબાઇલ પર સાંભળો નરેન્દ્ર મોદીનું ભાષણ Live!
મુંબઇ, 6 ઓક્ટોબર : લોકસભા ચૂંટણી 2014માં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો લાભ લેવા માટે હવે ભાજપે મોબાઇલ ફોન થકી તેમનુ લાઇવ પ્રવચન સાંભળવાની સગવડ ઉભી કરી છે. નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં જે વાત કરે તે ચોક્કસ વિસ્તારના લોકો સુધી મર્યાદિત રહેવાને બદલે દેશના કોઇ પણ સ્થળેથી આપના હરહંમેશના સાથી મોબાઇલ પર સાંભળી શકાય તેવી સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે આવી ટેકનોલોજીનો ઉપયોગ કરનારા નરેન્દ્ર મોદી પ્રથમ નેતા છે. અહીં આ માટેનો ખાસ નંબર આપવામાં આવ્યો છે.

ખાસ નંબર ડાયલ કરવાનો રહેશે
ભાજપે જોયું કે અનેકવાર અગમ્ય કારણોથી ઇચ્છા હોવા છતાં ઘણા લોકો ટીવી કે ઇન્ટરનેટ ઉપર મોદીનું લાઇવ ભાષણ જોઇ કે સાંભળી શકતા નથી. હવે આવી સ્થિતિનો ઉકેલ ભાજપે લાવી દીધો છે. ટાવી કે ઇન્ટરનેટ પર મોદીને સાંભળવા માટે અસમર્થ લોકોએ માત્ર એક નંબર ડાયલ કરવાનો રહેશે

લાઇવ ભાષણની સાથે ટ્વીટ પણ મળશે
ખાસ નંબર ડાયલ કર્યા બાદ મોબાઇલ પર મોદીનું લાઇવ પ્રવચન સાંભળવા મળશે. એટલુ જ નહી એક વખત આવુ કર્યા બાદ મોબાઇલ પર મોદીના ટવીટ્ પણ ટેકસ્ટ મેસેજના સ્વરૂપે મળતા રહેશે.

બિલ ચૂકવવું પડશે
લાઇવ પ્રવચન સાંભળવા માટે મોબાઇલ ધારકે મુંબઇનો કોડ લગાવીને નંબર ડાયલ કરવાનો રહેશે. જો કે મોબાઇલ ધારકે તેનું બિલ ચુકવવું પડશે. જો કે અગાઉની મોદીની ત્રણ સભાઓમાં મોટી સંખ્યામાં લોકોએ તેમને આ રીતે સાંભળ્યા હતા. આથી ઉત્સાહિત બનેલી ભાજપને લાગે છે કે હવે આગળ પણ મોદીનું ભાષણ સાંભળવાનો આ નુસ્ખો લોકોને ગમશે.

આ નંબર ડાયલ કરો
આ માટે એક સિસ્ટમ બનાવવામાં આવી છે. જેમાં એવી વ્યવસ્થા છે કે, જયાં પણ મોદીની જનસભા હશે ત્યાંથી તેમનું પ્રવચન મોબાઇલ ઉપર જ લાઇવ આવશે. આ માટે મોબાઇલ ધારકે 022-45014501 નંબર ઉપર ડાયલ કરવાનો રહેશે.

સિસ્ટમની ખાસિયત શું છે
આ સિસ્ટમની એક ખાસીયત એ પણ છે કે એક વખત મોબાઇલ ઉપર ભાષણ સાંભળ્યા બાદ પણ એ નંબર પર મોદીના ટવીટ્ મળતા રહેશે. ભાજપના આઇટી સેલે આ વ્યવસ્થા રેવાડીના પ્રવચનથી શરૂ કરી હતી. તે પછી ભોપાલ અને દિલ્હીમાં પણ આ નુસ્ખો સફળ રહ્યો હતો. આ ત્રણેય સભાઓને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. જો કે આ માટે મોબાઇલ ધારકે સ્ટાન્ડર્ડ કોલ ચાર્જ આપવા પડશે. આમ છતાં તેનો ઉપયોગ લોકો કરી રહ્યા છે.

સ્ટાન્ડર્ડ કોલ ચાર્જ

Click it and Unblock the Notifications