આરપારની લડાઇ લડવા તૈયાર નવજોતસિંહ સિદ્ધૂ!

navjot singh sidhu
અમૃતસર, 5 સપ્ટેમ્બર : છેલ્લા કેટલાક સમયથી પંજાબ સરકાર દ્વારા અણદેખાનો શિકાર બની રહેલા અમૃતસરથી લોકસભાના મેમ્બર નવજોત સિંહ સિદ્ધૂ ગુરુવારે આરપારની લડાઇ પર ઉતરી આવ્યા. બુધવારે અમૃતસર આવી પહોંચેલા સિદ્ધૂએ એક પત્રકાર સમ્મેલન દરમિયાન પંજાબ સરકાર પર જોર દાર પ્રહાર કર્યા.

સિદ્ધૂએ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણી પહેલા કામ કરાવવા માટે સરકાર પાસે ફંડ હોય છે પરંતુ જ્યારે લોકસભા ચૂંટણીનો વારો આવે છે તો સરકાર પાસે ફંડ સમાપ્ત થઇ જાય છે. સિદ્ધૂએ જણાવ્યું કે પંજાબ સરકારે નવજોત સિંહ સિદ્ધૂની હાલત એન્જીન વગરની ટ્રેઇન જેવી કરી દીધી છે. સિદ્ધૂએ જણાવ્યું કે સરકાર તેમની મદદ નહી કરે તો તેઓ અમૃતસરથી વિકાસના કાર્યો કેવી રીતે કરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવજોત સિંહ સિદ્ધૂ છેલ્લા ઘણા સમયથી પોતાના લોકસભા રાજ્ય અમૃતસરમાંથી ગાયબ હતા. આ દરમિયાન તેમની પત્ની નવજોત કૌર સિદ્ધૂએ નવજોત સિંહ સિદ્ધૂને નજર અંદાજ કરવામાં આવતા હોવાની ટિપ્પણી ફેસબુક પર કરી હતી, પરંતુ અમૃતસરમાં નવજોત સિંહ સિદ્ધૂની ગુમ થયાના પોસ્ટર લાગ્યા બાદ સિદ્ધૂ હવે ખુલીને સામે આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે સિદ્ધૂએ આવા પોસ્ટરો લગાવનારાઓને સણસણતો જવાબ પણ આપ્યો હતો અને જણાવ્યું હતું કે જ્યારે હાથી રસ્તા પર નીકળે છે ત્યારે કૂતરાઓ ભસે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X