For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ફેસબુક પર પણ નક્સલવાદનો આતંક!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

maoists-flag
રાયપુર, 31 મે: નક્સલીઓની પહોંચ હવે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર પણ જોવા મળી રહી છે. ફેસબુક પર કેટલાક લોકોએ નક્સલ છત્તીસગઢના નામથી એક પ્રોફાઇલ બનાવવામાં આવી છે જેમાં નક્સલવાદનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ પ્રોફાઇલમાં મિત્રના રૂપમાં પ્રદેશના કેટલાક મોટાઓ સહિત 293 લોકો સામેલ છે અને કેટલાક લોકો આ પ્રોફાઇલને ફોલો કરી રહ્યાં છે.

પ્રોફાઇલમાં કેટલાક સ્થળો પર લાલ સલામ લખતાં નક્સલીઓના ફોટા અપલોડ કરવામાં આવ્યાં છે. પ્રોફાઇલમાં નક્સલી હુમલામાં શહીદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નંદકુમાર પટેલના લાશની સાથે એક વ્યક્ત નજરે પડે છે જેને કાળી વર્દી પહેરેલી છે. ફોટો અસ્પષ્ટ હોવાથી તે સ્પષ્ટ થઇ રહ્યું નથી કે તે નક્સલી છે કે પોલીસનો જવાન. પ્રોફાઇલમાં મુખ્યમંત્રી રમણ સિંહ વિરૂદ્ધ પણ ટિપ્પણી કરવામાં આવી છે.

આ આઇડી જાન્યુઆરી 2013માં બનાવવામાં આવ્યું છે. નેતાઓ વિરૂદ્ધ ટિપ્પણી તથા નક્સલવાદ પ્રચારની સાથે આઇડીમાં ડ્રગ્સની કિંમત પણ દર્શાવવામાં આવી છે અને ખરીદવા માટે સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે. સંભાવના છે કે આઇડી કેટલાક લોકો દ્રાર મજાકના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું હોય કે પછી કોઇના આઇડીને હેક કરી નક્સલ પ્રચાર કરવામાં આવી રહ્યો હોય. પોલીસનું કહેવું છે કે નેતાઓ વિરૂદ્ધ ટિપ્પણીથી આ મુદ્દો ગંભીર લાગી રહ્યો છે.

English summary
Now Naxalites terror on social networking site Facebook !
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X