હવે સલમાન ખુર્શીદે મોદીની તુલના વાનર સાથે કરી

કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદે તાજેતરમાં એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી વાંદરા સાથે કરી છે. તેમણે કહ્યું કે "જેમ રસ્તા પર કોઈ વાંદરો ખેલ કરીને લોકોના ટોળાને આકર્ષિત કરે એવી જ રીતે મોદી એમની રેલીઓમાં ક્રાઉડને આકર્ષે છે અને લોકો વાંદરાને પરફોર્મ કરતો જોવા ભેગા થાય છે."
મોદી યુવાવર્ગને ઈમ્પ્રેસ કરવા માટે રાજકારણમાં આગળ વધી રહ્યા છે તો તમને એમનાથી ચિંતા થતી નથી? એવા સવાલના જવાબમાં ખુર્શીદે કહ્યું કે "તમારે રસ્તા પર વાંદરાનો ખેલ તો બતાવવો જ પડેને. લોકોનું ટોળું જામે અને એ ટોળામાં યુવાનો હોય, મધ્યમ વયના લોકો પણ હોય. લોકો ખેલ જોવા એટલા માટે ભેગા થતા હોય છે કે કોઈક આતુરતા જાગે એવું કંઈક વેચી રહ્યું છે."
ઉલ્લેખનીય છે કે અર્જુન મોઢવાડિયાએ જુનાગઢની એક ચૂંટણી પ્રચાર સભામાં કરેલી ટિપ્પણીમાં તેમણે નરેન્દ્ર મોદીને 'હિન્દુઓના હનુમાન' તરીકે સંબોધ્યા હતા. તેના જવાબમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે "હા, હું હનુમાન થું અને ગુજરાતની 6 કરોડની જનતા મારા રામ છે. હું તેમની સેવી કરીશ."












Click it and Unblock the Notifications
