For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવેનો મોટો ફેસલો, સ્પેશિયલ ટ્રેનમાં હવે 30 દિવસ પહેલા બુકિંગ થઈ શકશે

રેલવેનો મોટો ફેસલો, સ્પેશિયલ ટ્રેનમાં હવે 30 દિવસ પહેલા બુકિંગ થઈ શકશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના લૉકડાઉન વચ્ચે ભારતીય રેલવેએ 1 જૂનથી સ્પેશિયલ ટ્રેન ઉપરાંત 200થી વધુ ટ્રેન ચલાવવાનો ફેસલો કર્યો છે. દેશભરમાં ફસાયેલા લોકોને પોતપોતાના ઘરે પહોંચાડવા માટે ભારતીય રેલવેએ વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે. રાજધાની માર્ગો પર ચાલી 15 જોડી વિશેષ ટ્રેનોની અગ્રીમ રિધર્વ અવધિ જે વર્તમાનમાં સાત દિવસ છે, તેને વધારીને 30 દિવસ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આ ટ્રેનોમાં આરએપી અથવા વેટિંગ લિસ્ટ ટિકિટ જાહેર કરાશે.

રિઝર્વેશન પીરિયડ સાત દિવસથી વધીને 30 દિવસ કર્યો

રિઝર્વેશન પીરિયડ સાત દિવસથી વધીને 30 દિવસ કર્યો

રેલવે મંત્રાલયના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર રાજેશ દત્ત બાજપેયીએ જણાવ્યું કે 15 જોડી સ્પેશિયલ ટ્રેનો માટે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ 7 દિવસથી વધારીને 39 દિવસ કરી દેવામાં આવ્ય છે. હવે એક મહિના પહેલા જ ટિકિટ લઈ શકો છો. આ ટ્રેનોમાં તતકાળ બુકિંગ નહિ થાય. આના માટે આરએસી/ વેટિંગ લિસ્ટની ટિકિટ બહાર પાડવામાં આવશે. વેટિંગ લિસ્ટમાં જેની ટિકિટ હશે તેમને સફર કરવાી મંજૂરી નહિ હોય.

આ જગ્યાએ ટિકિટ કેન્સલ કરાવી શકો છો

રાજેશ દત્ત વાજપેયીએ કહ્યું કે રેલવેએ આરક્ષિત ટિકિટની બુકિંગ રદ્દ કરવાની સુવિધા પોસ્ટ ઑફિસ એટલે કે યાત્રી ટિકિટ સુવિધા કેન્દ્ર લાઈસન્સ રાખનારને પણ આપવામાં આવી છે. આ ઉપરાંત આઈઆરસીટીસીના સત્તાવાર એજન્ટ, રેલવે પરિસરમાં યાત્રી આરક્ષણ પ્રણાલી અને સામાન્ય સેવા કેન્દ્રોને પણ ઑનલાઈન ટિકિટ બુક કરાવવાન અધિકાર આપવામાં આવ્યો છે. તમામ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.

21 મેથી 13 લાખથી વધુ યાત્રી ટિકિટ બુક કરાવી શકશે

21 મેથી 13 લાખથી વધુ યાત્રી ટિકિટ બુક કરાવી શકશે

બીજી તરફ રેલવે તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 21 મેથી અત્યાર સુધી 13 લાખથી વધુ યાત્રીઓએ પતાની ટિકિટ બુક કરાવી છે. મંત્રાલયે કહ્યું કે, દેશના વિવિધ સ્ટેશનોને જોડતી 230 ટ્રેનોમાં બધી શ્રેણિઓ માટે રેલવેએ રિઝર્વેશન ખલ્યું છે. હવે 22 મેથી ઓનલાઈનની સાથોસાથ રેલવેના રિઝર્વેશન કાઉન્ટરના માધયમથી બુકિંગ ઉપલબ્ધ છે. અગાઉ કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે 21મેના રોજ ઘોષણા કરી હતી કે 22મેથી દેશના 1.7 જનરલ સેવા કેન્દ્રો પર બુકિંગ શરૂ થશે.

'ગુજરાત જિંદાબાદ' અને 'હમ ફિર વાપસ આયેંગે' નારા લગાવતાં 1642 પ્રવાસીઓએ વિદાઈ લીધી, Video'ગુજરાત જિંદાબાદ' અને 'હમ ફિર વાપસ આયેંગે' નારા લગાવતાં 1642 પ્રવાસીઓએ વિદાઈ લીધી, Video

English summary
now we can book a ticket 30 day ago in special trains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X