Nuh Seat Result : હરિયાણાની સૌથી ખુબસુરત ઉમેદવાર રાબિયા માટે કેવુ રહ્યું પરિણામ?
Rabia Kidwai Nuh Seat Result : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના પરિણામો કરતા મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અહીં બીજેપી હાલ આગળ ચાલી રહી છે.
હરિયાણામાં ચૂંટણીના પરિણામો વચ્ચે કેટલીક ખાસ સીટોની ખાસ ચર્ચા થઈ રહી છે. આ ચર્ચામાં રાજ્યની સૌથી ખૂબસૂરત ઉમેદવાર રાબિયા કિદવઈની પણ ચર્ચા છે.

નૂહ સીટ પરથી આમ આદમી પાર્ટીની સીટ પર ચૂંટણી લડી રહેલી રાબિયા પહેલાથી જ ચર્ચામાં છે. રાબિયાની ખુબસુરતની ચૂંટણીમાં ખુબ ચર્ચા થઈ છે.
આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીની હોટ સીટોમાંથી એક નૂહમાં તેની પ્રથમ મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી. નૂહ સીટ પરથી AAP ઉમેદવાર રાબિયા કિદવાઈ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સૌથી સુંદર ઉમેદવારોમાંથી એક છે.
જો કે પરિણામો પરથી એવુ લાગી રહ્યું છે કે નૂહમાં લોકો તેની ખુબસુુરતીથી પ્રભાવિત થયા નથી. તેમની સુંદરતા કે પ્રથમ મહિલા ઉમેદવાર હોવાની મતો પર કોઈ અસર થઈ નથી. અહીં કોંગ્રેસ મતોના મોટા માર્જિનથી આગળ છે અને રાબિયાને માત્ર 145 વોટ મળ્યા છે. આટલુ જ નહીં અહીં રાબિયા કરતા તો નોટાને પણ વધુ મત મળ્યા છે.
છેલ્લા સમાચાર અનુસાર, NOTA પર 267 મત પડ્યા છે તો રાબિયા 157 મતો અને કોંગ્રેસના ઉમેદવાર આફતાબ અહેમદને મોટી લીડ છે. આ સમાચાર લખાયા સુધી અહેમદ 31147 મતોથી આગળ છે.
મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી નૂહ સીટ પર ઉમેદવાર રાબિયા પૂર્વ ગવર્નર ડૉ. અખલાક-ઉર-રહેમાન કિદવાઈની પૌત્રી છે. 34 વર્ષીય રાબિયા કિડવાઈ પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે. આ બેઠક પરથી પ્રથમ વખત મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.












Click it and Unblock the Notifications
