'સાવરકરનુ અપમાન સહન નહિ કરીએ...', ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીને આપી ચેતવણી

Uddhav Thackeray Rahul Gandhi News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાવરકર વિરુદ્ધ આપેલા પોતાના નિવેદનને લઈને ફરીથી વિવાદોમાં આવી ગયા છે. શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીને વિનાયક દામોદર સાવરકરનુ અપમાન ન કરવાની ચેતવણી આપી છે. ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ચેતવણી આપી કે સાવરકરને નીચુ બતાવવાથી વિપક્ષી ગઠબંધનમાં તિરાડ પેદા થશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે તે વીર સાવરકરને પોતાના આદર્શ માને છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમનુ અપમાન ના કરવુ જોઈએ.
તમને જણાવી દઈએ કે 'મોદી સરનેમ' માનહાનિના કેસમાં દોષિત જાહેર થયા બાદ અને સંસદમાંથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ હતુ કે, 'મારુ નામ સાવરકર નથી, મારુ નામ ગાંધી છે. ગાંધી કોઈની માફી માંગતા નથી. ઘણા નેતાઓએ રાહુલ ગાંધીના આ નિવેદનની ટીકા કરી છે.
ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યુ, 'સાવરકરે 14 વર્ષ સુધી આંદામાન સેલ્યુલર જેલમાં ઘણી યાતનાઓ સહન કરી છે. આપણે માત્ર વાંચી અને સાંભળી શકીએ છીએ પરંતુ તે દર્દ અને વેદનાઓને અનુભવી શકતા નથી. તે બલિદાનનુ એક સ્વરૂપ છે. અમે સાવરકરનુ અપમાન સહન કરી શકીએ નહિ. જો રાહુલ ગાંધી આ રીતે વીર સાવરકરની નિંદા કરતા રહેશે તો વિપક્ષી ગઠબંધનમાં 'તિરાડ' પડી જશે.'
ઉદ્ધવે કહ્યુ, 'વીર સાવરકર અમારા ભગવાન છે અને તેમના પ્રત્યે કોઈપણ પ્રકારનો અનાદર સહન કરવામાં આવશે નહીં. અમે લડવા માટે તૈયાર છીએ પરંતુ અમારા દેવતાઓનો અનાદર કરવજેવી બાબતોને અમે સહન કરીશુ નહીં.'
માલેગાંવમાં એક રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, 'ઉદ્ધવ જૂથ, કોંગ્રેસ અને એનસીપીનુ ગઠબંધન લોકશાહીના રક્ષણ માટે રચાયુ હતુ અને આપણે એક થઈને કામ કરવાની જરૂર છે. રાહુલ ગાંધીને જાણી જોઈને ઉશ્કેરવામાં આવી રહ્યા છે પરંતુ જો આમાં સમય બગાડવામાં આવશે તો લોકશાહીનુ અસ્તિત્વ ખતમ થઈ જશે.'
Will not tolerate the insult of Savarkar. The alliance of Uddhav faction, Cong & NCP was made to protect democracy & we need to work unitedly. Rahul Gandhi is being provoked deliberately but if we waste time in this, democracy will cease to exist: Uddhav Thackeray on Rahul… pic.twitter.com/oRsin0IrES
— ANI (@ANI) March 26, 2023












Click it and Unblock the Notifications
