મુખ્યમંત્રી જયલલિતા હોસ્પિટલમાં હોવાને કારણે સેલ્વમને 8 મંત્રાલયની જવાબદારી

Subscribe to Oneindia News

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની નાદુરસ્ત તબિયતને કારણે તે ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. પોલિસે હાલમાં જ સંકેત આપ્યો છે કે જયલલિતા હોસ્પિટલમાંથી હમણા ડિસ્ચાર્જ નહિ થાય. જયલલિતાની અનુપસ્થિતિમાં ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રી અને અમ્માના વિશ્વાસપાત્ર ઓ પનીરસેલ્વમને 8 મંત્રાલયોનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે જયલલિતા જેલમાં હતા ત્યારે પણ પનીરસેલ્વમે જ મુખ્યમંત્રીપદનો કાર્યભાર સંભાળ્યો હતો.

jayalalita

રાજ્યપાલે જારી કરી પ્રેસનોટ

રાજ્યપાલ વિદ્યાસાગર રાવના અધિકૃત નિવેદન અનુસાર પનીરસેલ્વમ જયલલિતાની અનુપસ્થિતિમાં કેબિનેટ મીટિંગ પણ કરશે. નિવેદનમાં કહેવાયુ છે કે આ બધા પરિવર્તન જયલલિતાની સલાહ અનુસાર કરવામાં આવ્યા છે જે હાલમાં નાદુરસ્ત તબિયતને કારણે સારવાર હેઠળ છે.


તબિયતમાં સુધાર

તમને જણાવી દઇએ કે 68 વર્ષીય જયલલિતા 22 સપ્ટેમ્બરથી હોસ્પિટલમાં દાખલ છે. પક્ષના સૂત્રોનું કહેવુ છે કે જયલલિતાને ખૂબ તાવ હતો અને ડીહાઇડ્રેશનની સમસ્યાથી પિડાઇ રહ્યા હતા. પરંતુ અપોલો હોસ્પિટલે પોતાની મેડીકલ રિપોર્ટમાં કહ્યું છે કે તેમને ગંભીર બિમારી છે અને તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે.

સ્પેશિયલીસ્ટ ટીમના નિરીક્ષણ હેઠળ જયલલિતા

જયલલિતાનો ઇલાજ યુકેની સ્પેશિયલિસ્ટ ડૉક્ટર અને દિલ્હીના એઇમ્સના ત્રણ ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ ચાલી રહ્યો છે.
આ તરફ પનીરસેલ્વમને અપાયેલી નવી જવાબદારીનો વિરોધ કરતા વિપક્ષી દળ ડીએમકે એ કહ્યું કે મુખ્યમંત્રીએ આ જવાબદારીઓ બીજા કોઇને સોંપવી જોઇએ જેથી પ્રશાસન વધુ સારી રીતે ચાલી શકે.

English summary
While CM Jayalalitha is admitted in hospital O Panneerselvam gets 8 new ministries charge, he will also hold cabinet meeting.
Please Wait while comments are loading...