For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરસિંહને આઝમખાનથી લાગે છે ડર

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અમરસિંહને આઝમખાનથી લાગે છે ડર

અમરસિંહને આઝમખાનથી લાગે છે ડર

ભૂતપૂર્વ સપા નેતા અમરસિંહે, સપા નેતા આઝમ ખાનને લઇને નિવેદન આપી દીધુ છે. અમરસિંહે એક પ્રેસવાર્તા દરમ્યાન કહ્યું છેકે તેમને આઝમખાનથી ડર લાગે છે. તેમણે કહ્યું કે આઝમ ખાનની વિરૂદ્ધમાં બોલવુ મુશ્કેલ છે. એક વખત આઝમ ખાનની વિરૂદ્ધમાં બોલ્યા હતા ત્યારે તેમને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો.

દેશભરમાં મેડિકલ સ્ટોરની હડતાળથી દર્દીઓને હાલાકી

દેશભરમાં મેડિકલ સ્ટોરની હડતાળથી દર્દીઓને હાલાકી

દેશભરમાં મેડિકલ એસોસિએશનની હડતાળને લઇને દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેડિકલ એસોસિએશને રીટેલમાં ઓનલાઇન ફાર્માસીસ્ટની અનિવાર્યતા અને ફાર્માસીસ્ટોને માન્યતા આપવાની માંગને લઇને હડતાળનું એલાન કર્યું છે.

દાદરી ઘટના મામલે PM મોદીએ તોડ્યુ મૌન

દાદરી ઘટના મામલે PM મોદીએ તોડ્યુ મૌન

ઉત્તરપ્રદેશમાં થયેલા દાદરીકાંડ મામલે પહેલીવાર વડાપ્રધાન મોદીએ તેમનું મૌન તોડ્યું છે. તેમણે આ ઘટનાને ઘણી દુખદ ગણાવી છે અને કહ્યું છે કે ભાજપ આવી ઘટનાઓને સમર્થન નથી આપતુ.

સરકારની નવી યોજનાથી રાંધણ ગેસની ચોરી અશક્ય બનશે

સરકારની નવી યોજનાથી રાંધણ ગેસની ચોરી અશક્ય બનશે

સરકાર રાંધણગેસ સિલીન્ડરને ટ્રાન્સપરન્ટ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં વેન્ડર્સ ગેસની ચોરી કરી શકશે નહીં. આ અંગે અધિકારીઓએ કહ્યું છેકે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર પછી ગ્રાહકોને સારી સર્વિસ ક્વોલિટી મળી રહે તે દિશામાં આ એક ઉત્તમ પગલું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગેસ ચોરી રોકવાનો છે. પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન આ યોજનાને જલ્દ્દીમાં જલ્દ્દી લાગુ કરવા માંગે છે.

1લી નવેમ્બરથી મળશે કન્ફર્મ રેલ ટિકીટ

1લી નવેમ્બરથી મળશે કન્ફર્મ રેલ ટિકીટ

રેલ્વે ટિકીટ માટે હવેથી લાંબી કતારોમાં નહીં ઉભુ રહેવુ પડે. જી હા, 1લી નવેમ્બરથી રેલ મંત્રાલય એક નવી સુવિધા શરૂ કરી રહ્યું છે. રેલ વિભાગ વિકલ્પ નામની નવી યોજના શરૂ કરી રહ્યું છે. આ યોજના હેઠળ યાત્રીઓને ટિકીટ બુકીંગ કરાવતી વખતે કન્ફર્મ સીટનો વિકલ્પ આપવામાં આવશે.

બિહારમાં બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર શાંત

બિહારમાં બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર શાંત

બિહારમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ છે. ત્યારે બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર આજે શાંત થઇ જશે. મહત્વૂપૂર્ણ છેકે બિહારમાં બીજા તબક્કાના મતદાન માટે 16 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. તમને જણાવી દઇકે કે બીજા તબક્કામાં કુલ 32 બેઠકો માટે મતદાન થવાનું છે.

બિહારમાં બીજા તબક્કાના કુલ ઉમેદવારોમાં અડધાથી વધુ દાગી

બિહારમાં બીજા તબક્કાના કુલ ઉમેદવારોમાં અડધાથી વધુ દાગી

બિહારમાં 16 ઓક્ટોબરના રોજ 32 બેઠકો માટે મતદાન થશે. જેમાં કુલ 456 ઉમેદવારોએ જંપ લાવ્યુ છે. આ કુલ ઉમેદવારોમાંથી 142 ઉમેદવારો દાગી ઉમેદવારો છે.

ભારતે પ્રથમ બેટીંગ લેતા 9 વિકેટે 247 રન બનાવ્યા

ભારતે પ્રથમ બેટીંગ લેતા 9 વિકેટે 247 રન બનાવ્યા

દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ બીજી વનડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરવાના નિર્ણયની સાથે ટીમ ઇન્ડિયામાં ત્રણ મોટા પરિવર્તન પણ કરવામાં આવ્યા હતા. ભારતે 9 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા છે.

ભીખ આપવાની ના પાડતા યાત્રી સહિત ટ્રેન સામે કુદતા બેના મોત

ભીખ આપવાની ના પાડતા યાત્રી સહિત ટ્રેન સામે કુદતા બેના મોત

કાનપુરમાં એક ભીખારીને ભીખ ન આપવાનું યાત્રિકને ભારે પડી ગયુ. જી હા, એક યાત્રિકે ભીખારીને ભીખ આપવાની ના પાડતા, ભીખારી યાત્રિક સહિત ટ્રેનની સામે કુદી ગયો અને આ ઘટનામાં બંનેના મોત થયા.

English summary
October 14: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X