મોતની પિકનિક: ઓડિશાના હીરાકુંડ ડેમમાં નાવ ડૂબતા 18ના મોત

Posted By:
Subscribe to Oneindia News

સંબલપુર, 10 ફેબ્રુઆરી: ઓડિશાના સંબલપુર જિલ્લાના હીરાકુંડ ડેમમાં એક નાવ પલટી જતા 18 લોકોના ડૂબી જવાના કારણે મોત થઇ ગયા છે જ્યારે 12 અન્ય લોકો હજી પણ ગૂમ છે. ઘટનાસ્થળે હાજર વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાનો શિકાર બનેલી નાવડીમાં લગભગ 120 લોકો સવાર હતા, જેમાં લગભગ 90 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ તમામ લોકો સંભલપુરના લાયંસ ક્લબના સભ્યો અને તેમના પરિવારના લોકો હતા, જેઓ અત્રે પિકનીક મનાવવા આવ્યા હતા. ઘટના ત્યારે સર્જાઇ જ્યારે આ લોકો પિકનિક મનાવીને પરત ફરી રહ્યા હતા.

વિશેષ રાહત આયુક્ત (એસઆરસી) પીકે મહાપાત્રએ જણાવ્યું કે અત્યાર સુધી 18 લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, અને ગૂમ થયેલા 12 લોકોની ખોજ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે તેમને શોધવા માટે ખાસ તરવૈયાઓની ટીમ કામે લગાવી દેવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર સવારે લોકો પિકનિક મનાવવા પહોંચ્યા હતા. સાંજે ત્યાંથી નાવમાં પરત ફરી રહ્યા હતા. પાછા ફરતી વખતે છેલ્લી નાવ હોવાના કારણે મોટી સંખ્યામાં તેમાં સવાર થઇ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે નાવમાં 120 લોકો ઉપરાંત બાઇક અને અન્ય સામાન પણ હતો.

odisha
થોડી દૂર ગયા બાદ જ નાવ પલટી ગઇ. પ્રત્યક્ષદર્શિઓએ જણાવ્યું કે નાવના નિચલા ભાગમાંથી પાણી ઘુસવા લાગ્યું. તેનાથી યાત્રીઓમાં અફરા-તફરી પણ મચી. લોકો નાવમાંથી કૂદકો મારવા લાગ્યા જેથી નાવડીનું સંતુલન બગડી ગયું, અને નાવડી પલટી ગઇ. નાવડીમાં જીનવરક્ષક જેકેટ પણ ન્હોતું. મુખ્યમંત્રી નવીન પટનાયકે ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને બચાવ અભિયાન યુદ્ધના ધોરણે ચલાવવાનો નિર્દેશ આપ્યો છે.

મરનારાઓમાં જે લોકોની ઓળખ કરવામાં આવી છે તેમના નામ આ પ્રમાણે છે: ગુરમીત સિંહ, તાનિયા શર્મા, અંશુ નેવટિયા, સંપત, સીમા અગ્રવાલ, સંતોષ કુમાર, પ્રદીપ શર્મા, હરિત અગ્રવાલ, ટૂસા અગ્રવાલ, અનીતા સિંહ અને પૂર્વી શર્મા(તમામ સંબલપૂરના જ રહેનાર છે.).

English summary
At least 11 people drowned and more than a dozen others went missing when a boat capsized on Sunday in the Hirakud Dam reservoir in Odisha's Sambalpur district, police said.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.