Odisha Chunav Result Live : ઓડિશામાં બીજેપી-બીજેડી વચ્ચે કાંટાની ટક્કર, જાણો અત્યારસુધીની સ્થિતી
લોકસભા ચૂંટણીમાં સરકાર બનાવવા માટે ફાંફા મારતી બીજેપીને સીટોમાં ઓડિશામાં બીજેડી દ્વારા કાંટાની ટક્કર મળી રહી છે. જો કે અહીં બીજેપી આગળ છે.

હાલના આંકડા અનુસાર, કુલ 147 માંથી બીજેપીને 77 સીટો મળી રહી છે તો બીજી તરફ બીજેડી 56 અને કોંગ્રેસ 11 સીટો સાથે આગળ છે. અહીં અન્યને 3 સીટો મળી રહી છે.
ઓડિશાની 147 સભ્યોની વિધાનસભા માટે ચાર તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 13 મેના રોજ 28 બેઠકો માટે મતદાન થયું હતું. બીજા તબક્કાનું મતદાન 20 મેના રોજ 35 બેઠકો માટે, ત્રીજા તબક્કામાં 25 મેના રોજ 42 બેઠકો માટે અને ચોથા અને અંતિમ તબક્કામાં બાકીની 42 બેઠકો માટે 1 જૂને મતદાન થયું હતું.












Click it and Unblock the Notifications
