ઓડિશાએ ડિજિટલ ગવર્નન્સની સીમા વધારી, નવી પટનાયકે ક્યોટોથી પહેલી ડિજિટલ કેબિનેટ બેઠક યોજી
ઓડિશા સરકાર સતત ડિજિટલ ગવર્નન્સ પર ભાર મુકી રહી છે. મુખ્યમંત્રી નવીન પટનાયકની અધ્યક્ષતામાં ઓડિશા કેબિનેટે તેની પ્રથમ ડિજિટલ કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. નવીન પટનાયક હાલ ઓડિશામાં રોકાણકારોને આકર્ષવા જાપાનની મુલાકાતે છે અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.

ડિજિટલ ગવર્નન્સ પર ભાર મુકતા મુખ્યમંત્રી નવીન પટનાયકે ઓડિશાથી 6 હજાર કિલોમીટર દૂર જાપાનના ક્યોટો શહેરથી ડિજિટલ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન બીજા કેબિનેટ મંત્રીઓએ પણ આ વિશેષ કેબિનેટ બેઠકમાં હાજરી આપી હતી. આ પહેલી એવી ડિજિટલ કેબિનેટ બેઠક છે જેમાં મુખ્યમંત્રીએ વિદેશથી બેઠક યોજી હોય. આ બેઠકમાં ઓડિશા સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક (OSWAN) દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ મોડમાં ફાઇલોની હેરાફેરી અને દસ્તાવેજો પર સિગ્નેચર પણ સામેલ છે.
આ પ્લેટફોર્મનો લાભ લઈને કેબિનેટ મંત્રીઓએ નિર્ણયોને ડિજિટલી મંજૂરી આપતા પહેલા જૂની રીત પ્રમાણે ચર્ચા કરી હતી. અહીં મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું કે, અમે ગવર્નન્સ સિસ્ટમને વધુ અસરકારક બનાવવા અને જાહેર સેવાઓની ડિલિવરીમાં સુધારો કરવા માટે અમારા 5T ચાર્ટરના ભાગરૂપે નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં તરફ અગ્રેસર છીએ. ટેક્નોલોજીએ સુશાસન અને સામાન અને સેવાઓની જાહેર વિતરણમાં પરિવર્તન લાવવામાં સક્ષમ સાધન તરીકે કામ કર્યું છે.
મુખ્યમંત્રી પટનાયકે આગળ કહ્યું કે, ટેક્નોલોજી હવે ચાલતા ફરતા શાસન પ્રદાન કરવાની મંજૂરી આપે છે. ટેકનોલોજીએ સરકારમાં સહયોગી વાતાવરણમાં ભૌતિક હાજરીની જરૂરિયાતને દૂર કરી દીધી છે.
અહીં તમને જણાવી દઈએ કે, OSWAN રાજ્ય માટે મહત્વપૂર્ણ માહિતી ટેકનોલોજી છે. તે ડેટા, વિડિયો અને વૉઇસ ટ્રાફિક વહન કરી શકે છે. આ સિવાય ઇન્ટ્રા/ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ કમ્યુનિકેશન અને ડેટા શેરિંગની સુવિધા આપી શકે છે. નવીન પ્લેટફોર્મ સરકારી અધિકારીઓને દસ્તાવેજો પર સહયોગ કરવા, પ્રતિસાદ શેર કરવા અને રીઅલ-ટાઇમમાં ફેરફારોને ટ્રેક કરવા સક્ષમ બનાવે છે. આ પ્રોજેક્ટ અને દરખાસ્તો પર સાથે મળીને કામ કરવાનું સરળ બનાવે છે.












Click it and Unblock the Notifications
