For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સામાં બીજા તબક્કાનુ લૉકડાઉન બન્યુ સરળ, આ કામોમાં મળશે વિશેષ છૂટ

ઓરિસ્સા સરકારે બીજા તબક્કાના લૉકડાઉન(15 એપ્રિલથી 30 એપ્રિલ) નિયમોમાં અમુક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ઓરિસ્સા સરકારે બીજા તબક્કાના લૉકડાઉન(15 એપ્રિલથી 30 એપ્રિલ) નિયમોમાં અમુક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જે હેઠળ હવે રાજ્યમાં અમુક ગતિવિધિઓમાં છૂટ આપવામાં આવશે. આમાં કૃષિ, બાગ, મત્સ્યપાલન, જંગલ, પીવાનુ પાણી અને ઈ-કૉમર્સ જેવા ક્ષેત્રોને શામેલ કરવામાં આવ્યા છે. સોમવારે લૉકડાઉનના નિયમો વિશે માહિતી આપતા વિશેય રાહત અધિકારી પ્રદીપ જેનાએ કહ્યુ કે બીજા તબક્કાના લૉકડાઉનમાં આજીવિકા સાથે સંબંધિત ગતિવિધિઓને સુવિધાજનક બનાવીને સામાજિક અંતરનુ કડકાઈથી પાલન કરવામાં આવશે.

odisha

ઈ-કૉમર્સ દ્વારા બધી સામગ્રી ઘરે મંગાવવાની છૂટ સાથે ખાદ્ય, હોમ ડિલિવરી તેમજ રેસ્ટોરાં જેવી પાયાની વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે રેસ્ટોરાંમાં બેસીને જમવાની અનુમતિ આપવામાં આવી નથી. આ રીતે ઢાબા પણ ખુલ્લા રહેશે પરંતુ લકો એહીં બેસીને જમી નહિ શકે. અહીંથી તેમને જમવાનુ મળી જશે. પ્રદીપ જેનાએ કહ્યુ કે ખેડૂત બધા પ્રકારની કૃષિ સાથે સંબંધિત ગતિવિધિ શરૂ કરી શકે છે જેમાં પાકની વાવણી, કાપણી અને રવિ પાકનુ વેચાણ શામેલ છે. તે આવનારા ખરીફ મોસમ માટે પોતાના ખેતરોને તૈયાર કરવા સંબંધી ગતિવિધિઓ પણ કરી શકે છે.

પ્રદીપ જેનાએ કહ્યુ, કૃષિ સંબંધિત ઉપકરણ અને પશુઓના ચારાવાળી દુકાનો ખુલ્લી રહેશે. ઈંડા, માછલી, માંસ, દૂધ વ્યવસાય સાથે જોડાયેલા બધા કામો ચાલુ રહેશે. આ સાથે જ ફૂડ પ્રોસેસિંગ તેમજ પેકેજિંગના કામ ચાલુ રહેશે. રવિ પાકની ખરીદી ફરીથી શરૂ કરવામાં આવશે અને બધા શીતલ ભંડારી અને ગોદામોમાં પણ કામ કરવામાં આવશે. પરંતુ આમાં બધા માટે સામાજિક અંતરનુ પાલન કરવુ અનિવાર્ય હશે. ખેડૂત ખેતરમાં તળાવોનુ ખોદકામ અને કૃષિ ઉપકરણોની ખરીદી પણ કરી શકે છે. સહકારી બેંક અને એવી અન્ય સંસ્થાઓ લૉકડાઉન દરમિયાન પણ ખેડૂતોને લોન આપશે.

પ્રદીપ જેનાએ આગળ કહ્યુ, મનરેગા, સ્વચ્છ ભારત અને ગ્રામીણ આવાસ યોજનાઓ સાથે સંબંધિત ગતિવિધિઓ ફરીથી શરૂ થશે અને પંચાયતી રાજ વિભાગની પેયજળ સુવિધાઓના નિર્માણ અને સમારકામની સુવિધા આપશે. માછલી પકડવા, ફૂલોની ખેતી અને બિન ઈમારતી લાકડાના ઉત્પાદનમાં જોડાયેલા લોકો પોતાના કામ કરી શકે છે. આ સાથે જ વન વિભાગને આખા રાજ્યમાં જંગલી જાનવરો માટે વૃક્ષારોપણ કરવા અને જળ એકમોન નિર્માણ અને સમારકામની અનુમતિ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ લૉકડાઉન 2.0: ઉડ્ડયન મંત્રાલયે બધી ફ્લાઈટોને 3 મે સુધી કરી રદઆ પણ વાંચોઃ લૉકડાઉન 2.0: ઉડ્ડયન મંત્રાલયે બધી ફ્લાઈટોને 3 મે સુધી કરી રદ

English summary
odisha government made relaxations to some activities for second phase of lockdown covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X