અમેરિકામાં એરો ડિઝાઇન સ્પર્ધામાં પાંચ ભારતીય છાત્ર

આ સ્પર્ધા 12થી 14 એપ્રિલ સુધી ચાલશે. સ્પર્ધામાં ભાગ લઇ રહેલા ભુવનેશ્વર સ્થિત કેઆઇઆઇટી વિશ્વવિદ્યાલયની સ્કૂલ ઓફ એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓએ ગુલમહેંદીની યુવતીઓ સાથે સાડા ત્રણ કેજીનું વિમાન ડિઝાઇન કર્યું છે. આંતરિક દહન એન્જીન દ્વારા ચાલતું આ વિમાન 120 કેજી પ્રતિ કલાકની ઝડપથી એક હજાર ફૂટની ઉંચાઇ સુધી ઉડી શકે છે તથા પોતાની સાથે 10 કેજી વજનના સામાનનું વહન કરી શકે છે.
કેઆઇઆઇટીના સંસ્થાપક અચ્યુતા સામંતે કહ્યું, ' અમારા વિદ્યાર્થીઓએ ઉચ્ચ સ્તરની રનાત્મકતા તથા આવિષ્કારને સિદ્ધ કર્યું છે, અમને આશા છે તે સારું કરશે.' ભુવનેશ્વર સ્થિત કલિંગ ઇન્સ્ટિટૂયટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી(કેઆઇઆઇટી) વિશ્વવિદ્યાલય અને કલિંગ ઇન્સ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ(કેઆઇએસએસ)નો એક ભાગ છે.












Click it and Unblock the Notifications
