For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સાઃ સ્ટીલ પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થતાં 4 લોકોના મોત, ઘણાની હાલત ગંભીર

ઓરિસ્સાના રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થવાથી ચાર કર્મચારીઓના મોત થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઓરિસ્સા(Odisha)ના રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ(Rourkela Steel Plant) માં ઝેરી ગેસ લીક(Gas Leak) થવાથી ચાર કર્મચારીઓના મોત થઈ ગયા છે. ગેસ લીકની ચપેટમાં આવવાથી ઘણા લોકો બિમાર પડી ગયા છે. બધાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આમાંથી છ લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

adisha

માહિતી મુજબ રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટના કોલ કેમિકલ ડિપાર્ટમેન્ટમાં આજે (બુધવારે) સવારે સાડા નવ વાગ્યાથી દસ વાગ્યા વચ્ચે આ દૂર્ઘટના બની છે. કોલ ડિપાર્ટમેન્ટમાંથી ઝેરી ગેસલીક થવા લાગ્યો. આ અંગે જ્યાં સુધી કર્મચારીઓ સતર્ક થાય અને બહાર નીકળે ત્યાં સુધી ઘણા લોકો આની ચપેટમાં આવી ગયા. અત્યાર સુધી ચાર લોકોના જીવ જવાના સમાચાર છે. માહિતી મુજબ રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટમાં કોલ કેમિકલ વિભાગમાં મેઈન્ટેટનન્સનુ કામ ચાલી રહ્યુ છે. બુધવારે સવારે જ્યારે કામ શરૂ કરવામાં આવ્યુ ત્યારે ઝેરી ગેસનુ લીકેજ ચાલુ થયુ અને દસ કર્મચારી આની ચપેટમાં આવી ગયા.

ગેસ લીકેજની સૂચના પર ફાયર બ્રિગેડ વિભાગની ટીમ પહોંચી અને બધાને ત્યાંથી કાઢ્યા. બધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં ચાર લોકોને ડૉક્ટરોએ મૃત ઘોષિત કરી દીધા. તમને જણાવી દઈએ કે ઓરિસ્સાના રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટમાં ભારતમાં સાર્વજનિક ક્ષેત્રનુ પહેલુ રજિસ્ટ્રેટેડ સ્ટીલ કારખાનુ છે. 10 લાખ ટન ક્ષમતાવાળા આ કારખાનાને જર્મનીની મદદથી લગાવવામાં આવ્યુ હતુ. 1990માં પ્લાન્ટમાં ઘણા નવા યુનિટ શરૂ કરવામાં આવ્યા. ત્યારબાદ આની ક્ષમતા 19 લાખ ટન થઈ ગઈ છે.

શુક્રનુ 4 જાન્યુઆરીથી ધન રાશિમાં ગોચર, લવ લાઈફ પર થશે અસર, જાણો સુધરશે કે બગડશેશુક્રનુ 4 જાન્યુઆરીથી ધન રાશિમાં ગોચર, લવ લાઈફ પર થશે અસર, જાણો સુધરશે કે બગડશે

English summary
Odisha: Toxic gas leakage in Rourkela Steel Plant, 4 people dead and 6 people fall ill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X