For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉમરે અમરનાથ યાત્રામાં સુરક્ષાને ખતરાની વાતોને નકારી

|
Google Oneindia Gujarati News

omar
શ્રીનગર, 20 જૂન : જમ્મૂ અને કશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દૂલ્લાએ ગુરુવારે એ પ્રકારના તમામ સમાચારોનું ખંડન કરી દીધું છે કે 28 જૂનથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રાને આતંકવાદીઓ નિશાનો બનાવી શકે છે.

ઉમરે સેના અને ખુફિયા એજન્સીયોના હવાલાથી સમાચારપત્રોમાં આ અંગે છપાયેલા સમાચારોનું ખંડન કર્યું છે. ઉમરે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું કે 'બુધવારે યૂનિફાઇડ હેડક્વાર્ટસમાં થયેલી સુરક્ષાકર્મિયો તથા ગુપ્તચર એજન્સીઓની બેઠકમાં સવાલ કર્યો કે આ વર્ષે અમરનાથ યાત્રાને લઇને ખતરો ગયા વર્ષની તુલનામાં વધારે છે, તો સ્પષ્ટ જવાબ મળ્યો, નહીં.' તેમણે આ રીતેના સમાચારો માટે સ્તાનીય મીડિયાની ટીકા કરી.

તેમણે લખ્યું કે 'યાત્રા દરમિયાન અમે તમામ પ્રકારની સાવધાની રાખશું. સ્થાનીય મીડિયામાં યાત્રાને આતંકવાદીઓ દ્વારા નિશાનો બનાવવાને લઇને આપવામાં આવી રહેલા સમાચારો અતિશ્યોક્તિપૂર્ણ છે.' અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઇને 21 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર સમાપ્ત થશે.

English summary
Jammu and Kashmir Chief Minister Omar Abdullah Thursday dispelled the press reports about a heightened security threat to the pilgrims joining the forthcoming Amarnath Yatra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X