શું કોરોનાના ડેલ્ટા વેરિઅંટથી વધુ ખતરનાક છે ઓમિક્રૉન, જાણો ડૉક્ટરે શું કહ્યુ?
શું ઓમિક્રૉન ડેલ્ટા વેરિઅંટથી વધુ ખતરનાક છે? જાણો ડૉક્ટર શું કહે છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનને લઈને ભારતમાં પણ જોખમ મંડરાયેલુ છે. લોકોના મનમાં પણ હવે ઓમિક્રૉનને લઈને ચિંતા છે. વળી, ભારતમાં ઓમિક્રૉન વેરિઅંટને બે કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે. કોરોનાના આ નવા વેરિઅંટ વચ્ચે વેક્સીનના બૂસ્ટર ડોઝની ચર્ચા થઈ રહી છે. સહુ કોઈ એ જાણવા માંગે છે કે શું ઓમક્રૉન વેરિઅંટથી વેક્સીનના બૂસ્ટર ડોઝથી બચી શકાય છે. બ્રાઉન યુનિવર્સિટી સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના ડીન ડૉ. આશિષ ઝાએ ઈન્ડિયા ટુડે સાથે વાતચીત કરીને કહ્યુ કે કોઈ પણ રીતે કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ વેરિઅંટથી સંક્રમિત લોકો માટે લાભકારી થઈ શકે છે. ખાસ કરીને વધુ જોખમવાળા લોકો માટે. ડૉ. આશિષ ઝાએ કહ્યુ કે એક સપ્તાહ કે 10 દિવસોમાં અમને ખબર પડી જશે કે આ વેરિઅંટ પર વેક્સીન કેટલી પ્રભાવી હશે.

શું ઓમિક્રૉન ડેલ્ટા વેરિઅંટથી વધુ ખતરનાક છે? સવાલનો જવાબ આપીને ડૉ. આશિષ ઝાએ કહ્યુ કે હાલમાં આ વેરિઅંટના ખતરનાક હોવા વિશે કહેવુ ઉતાવળ કહેવાશે. આના પર વિચાર કરવા માટે ઘણા બધા કારણો છે. કોરોનાના આ વર્ષોમાં આપણે ઘણા વેરિઅંટ જોયા છે. એમાંથી મોટાભાગનામાં કોઈ મોટી સમસ્યા ન થઈ. પરંતુ ઓમિક્રૉનને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. જો કે મને નથી લાગતુ કે ગભરાવાનુ કોઈ કારણ છે. આપણે બસ બેદરકારી નથી રાખવાની.
ઓમિક્રૉન વેરિઅંટને લઈને ડૉક્ટરે કહ્યુ કે ત્રણ સવાલ આપણા સહુની સામે છે. પહેલો શું આ વધુ સરળતાથી ફેલાય છે? બીજો શું આ માત્ર હળવા લક્ષણ આપે છે કે ગંભીર બિમારીમાં બદલાઈ જાય છે. ત્રીજો શું આના પર વેક્સીન પ્રભાવી છે કે નહિ. આ બહુ બેઝિક વાતો છે જેના પર રિસર્ચ કરવામાં આવી રહ્યુ છે.
ડૉ. આશિષ ઝાએ આગળ કહ્યુ, ઓમિક્રૉન વેરિઅંટ દક્ષિણ આફ્રિકામાં ડેલ્ટા વેરિઅંટથી વધુ સંક્રમત હોઈ શકે છે પરંતુ મને આશા છે કે આ બાકીના વેરિઅંટની જેમ હળવો થઈ જશે. વેક્સીનના સવાલ પર અમારી પાસે હજુ સુધી ડેટા નથી પરંતુ રસી સંપૂર્ણપણે કામ કરવાનુ બંધ નહિ કરે. એક સપ્તાહ કે 10 દિવસમાં આપણને વધુ ડેટા મળી જશે. આપણે હજુ કોઈ અનુમાન લગાવવાની જરૂર નથી.












Click it and Unblock the Notifications
