Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Omicron New Variant : આ વેરિએન્ટને કારણે ભારતમાં કોરોના સંક્રમણનું જોખમ વધ્યું, અમેરિકામાં મચાવ્યો કહેર

ભારતમાં ઓમિક્રોનના કુલ 63 ટકા કેસ છે અને હવે કોવિડનું XBB.1.5 વેરિએન્ટ નવી સમસ્યા બની રહ્યું છે. આ XBB નું પેટા-વેરિએન્ટ છે, જે BA.2.75 અને BA.2.10.1 નું બનેલું છે.

Omicron New Variant : ઓમિક્રોનના એક નવા વેરિએન્ટ ભારતમાં એન્ટ્રી થઇ ચૂકી છે. આ વેરિએન્ટનું XBB.1.5. દેશમાં પાંચ કેસ નોંધાયા છે. આ પાંચ કેસોમાં ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાનમાં નોંધાયા છે. ભારતમાં XBB વેરિએન્ટના 6 મહિના કરતા ઓછા સમયમાં 40 ટકાથી વધુ કેસ નોંધાઇ ચુક્યા છે. અમેરિકામાં કહેર મચાવ્યા બાદ આ વેરિએન્ટને કારણે ભારતમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

Omicron New Variant

કોવિડનું XBB.1.5 વેરિએન્ટ એક નવી સમસ્યા

ભારતમાં ઓમિક્રોનના કુલ 63 ટકા કેસ છે અને હવે કોવિડનું XBB.1.5 વેરિએન્ટ નવી સમસ્યા બની રહ્યું છે. આ XBB નું પેટા-વેરિએન્ટ છે, જે BA.2.75 અને BA.2.10.1 નું બનેલું છે. એટલે કે, તે રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ છે. XBB વેરિઅન્ટ ભારતમાં 6 મહિનાથી છે. એટલા માટે તેનું નવું સ્વરૂપ ભારતમાં ઘણું નુકસાન કરે તેવી શક્યતા ઓછી છે. વરિષ્ઠ ચિકિત્સક ડૉ. એમ વાલીએ જણાવ્યું હતું કે, ભારતમાં લોકોએ ડરવાની નહીં, સાવચેત રહેવાની જરૂર છે.

આ વખતે સરકાર કોરોનાને લઈને કોઈ જોખમ લેવાના મૂડમાં નથી. તેથી જ સમગ્ર દેશમાં ઓક્સિજન સહિત પલ્સ ઓક્સિમીટરની ગણતરી થઈ રહી છે. નિકાસ પર નજર રાખવામાં આવી રહી છે. સરકારે ગેજેટ નોટિફિકેશન જાહેર કરીને માર્ચ 2023 સુધી ઓક્સિમીટર, બ્લડ પ્રેશર માપવાના મશીન, નેબ્યુલાઈઝર, ડિજિટલ થર્મોમીટર અને ગ્લુકોમીટરના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે.

આ સિવાય લિક્વિડ ઓક્સિજનની કિંમતમાં પણ વધારો કરવામાં આવશે નહીં. આ સામાનના ઉત્પાદકોના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાને લઈને તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. સારા હેલ્થ કેરના રાજેશ કનોડિયાના જણાવ્યા અનુસાર, કોવિડ સમયગાળા દરમિયાન ભારતમાં આત્મનિર્ભરતા વધી છે. પહેલા ઘણા સામાનનો કાચો માલ ચીનથી આવતો હતો, પરંતુ હવે તેનું ઉત્પાદન ભારતમાં જ થઈ રહ્યું છે. જોકે ચીનમાં કોરોનામાં ઉપયોગમાં લેવાતા સામાનની માંગ વધી છે. વિદેશથી ભારતમાં આવતા કેટલાક માલસામાનને પણ ચીન તરફ વાળવામાં આવ્યા છે.

ભારતમાં સ્ટોકની વર્તમાન સ્થિતિ નીચે મુજબ છે -

  • વેન્ટિલેટર - 70 હજાર 996
  • તૈયાર વેન્ટિલેટર - 70 હજાર 478 - એટલે કે 88 ટકા
  • ઓક્સિજન પ્લાન્ટ - 12 હજાર 656
  • તૈયાર ઓક્સિજન પ્લાન્ટ - 11830 એટલે કે 93 ટકા
  • લિક્વિડ મેડિકલ ઓક્સિજન - 1 લાખ 70 હજાર 951
  • તૈયાર લિક્વિડ મેડિકલ ઓક્સિજન - 1,69,836 - 99 ટકા
  • ઓક્સિજન સિલિન્ડર - 6,63,547
  • તૈયાર ઓક્સિજન સિલિન્ડર - 6,22,151 એટલે કે 94 ટકા
  • ઓક્સિમીટર - 3,96,348
  • તૈયાર ઓક્સિમીટર - 3,79,168 એટલે કે 96 ટકા
  • PPE કિટ 81 લાખ 37 હજાર 277
  • N95 માસ્ક - હાલમાં દેશમાં 2 કરોડ 33 લાખ 82 હજાર અને 515 માસ્ક તૈયાર છે
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X