Omicron Variant: દક્ષિણ આફ્રિકાથી થાણે આવેલ મુસાફર કોરોના સંક્રમિત, આઈસોલેશનમાં મોકલાયો

દેશમાં ઘટી રહેલ કોરોના વાયરસ કેસો વચ્ચે દક્ષિણ આફ્રિકા સહિત 12 દેશોમાં જોવા મળેલ કોવિડના નવા ઓમિક્રૉન વેરિઅંટે દહેશત પેદા કરી દીધી છે.

મુંબઈઃ દેશમાં ઘટી રહેલ કોરોના વાયરસ કેસો વચ્ચે દક્ષિણ આફ્રિકા સહિત 12 દેશોમાં જોવા મળેલ કોવિડના નવા ઓમિક્રૉન વેરિઅંટે દહેશત પેદા કરી દીધી છે. જો કે આ અંગે સરકાર સંપૂર્ણપણે સાવચેત છે. વળી, આ દરમિયાન દક્ષિણ આફ્રિકાથી મહારાષ્ટ્ર આવેલ એક યાત્રી કોરોના પૉઝિટીવ જોવા મળ્યો છે જેના કારણે હોબાળો મચી ગયો છે. એએનઆઈના જણાવ્યા મુજબ સંક્રમિત વ્યક્તિ કેપટાઉનથી થાણે જિલ્લાના ડોંબિવલી આવ્યો હતો. તેને હળવા તાવની ફરિયાદ થતા તેનો ટેસ્ટ કરાવ્યો જેમાં તે કોરોના સંક્રમિત જોવા મળ્યો. વ્યક્તિના સેમ્પલ હવે જીોમ સિક્વંસીંગ માટે મોકલવામાં આવ્યા છે.

corona

હાલમાં અત્યાર સુધી તેના ઓમિક્રૉન વેરિઅંટથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ નથી પરંતુ તેને ત્યારબાદ મુંબઈ-ઠાણે સહિત આખા મહારાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે દર્દી 24 નવેમ્બરે કેપટાઉનથી દિલ્લી અને ત્યાંથી મુંબઈ અને પછી ડોમ્બિવલી આવ્યો હતો. તેના વિશે માહિતી આપીને KDMCના મેડિકલ ઑફિસર ડૉ. પ્રતિભા માનપાટિલે કહ્યુ કે દર્દીના પરિવારવાળાનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી માત્ર તેમના ભાઈનો રિપોર્ટ આવ્યો છે કે જે નેગેટીવ નીકળ્યો છે.

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કાલે બધા સંભાગીય અધિકારીઓ અને કલેક્ટરો સાથે કોવિડ-19ની સમીક્ષા બેઠક કરી હતી. વળી, નવા વેરિઅંટ ઓમિક્રૉનના જોખમને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિદેશથી આવતા મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે કે જે 1 ડિસેમ્બરથી પ્રભાવી થઈ જશે. નવી ગાઈડલાઈન મુજબ બધા મુસાફરોએ હવે પોતાની છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવવી પડશે અને એર સુવિધા પોર્ટલ પર પોતાનો નેગેટીવ આરટી પીસીઆર રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે.

તાત્કાલિક બેઠકો

ઓમિક્રૉન વેરિઅંટને લઈને રવિવારે તાત્કાલિક બેઠકો થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સ્થિતિની સમીક્ષા કરી છે. તમને જણાવી દઈએ કે ઓમક્રૉન વેરિઅંટના કારણે 12 દેશોમાં હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે જેમાં દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સાવાના, ચીન, મૉરિશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપુર, હૉંગકૉંગ, ઈઝરાયેલ અને યુરોપીય યુનિયનના દેશો શામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X