સાતમાં દિવસે પણ અનશન જારી, કેજરીવાલની તબિયત લથડી

અનશન પર બેઠેલા કેજરીવાલનું કહેવું છે કે વીજળીના બીલોના મામલે તેમનું આંદોલન નિશ્ચિતરીતે અસર દેખાડશે. તેમણે જણાવ્યું કે જ્યારે સાચા દિલથી આંદોલન માટે દુઆ નીકળે છે ત્યારે તે ઘરે-ઘરે દરેકના દિલ સુધી પહોંચી જાય છે. ઉલ્લેખનીય છે કે અનશન શરૂ થયા બાદથી અત્યાર સુધી તેમના વજનમાં 6 કિલોગ્રામનો ઘટાડો નોંધાયો છે.
કેજરીવાલે જણાવ્યું કે લોકો તેમને પૂછી રહ્યા છે કે તેમના અનશન પર હજી સુધી ભાજપા અને કોંગ્રેસે કોઇ પ્રતિક્રિયા કેમ વ્યક્ત નથી કરી. તેમણે જણાવ્યું કે એનું કારણ એ છે કે ભારતમાં ધીરે-ધીરે અલગ પ્રકારની રાજનીતિ જન્મ લઇ રહી છે.
પાર્ટીએ આ પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેજરીવાલનું સ્વાસ્થ્ય બગડતું જઇ રહ્યું છે. ચિકિત્સાદળનું કહેવું છે કે તેમનું બીપી 114/70 અને પલ્સ 74 તથા સુગરની માત્રા 108 નોંધાઇ છે. કેજરીવાલે એવો પણ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ અને ભાજપ બંને મતદાતાઓને લાંચ આપીને તેમજ બળપ્રયોગ કરી ચૂંટણી જીતતી આવી છે.












Click it and Unblock the Notifications
