ધીરજ સાહુ મુદ્દે કોંગ્રેસની ચોખવટ, કહ્યું-તેમના બિઝનેસ સાથે પાર્ટીને કોઈ લેવા-દેવા નથી

કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઠેકાણાઓ પર થયેલી આવકવેરા વિભાગની કાર્યવાહીમાં કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા છે. હવે કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે ચોખવટ કરી છે.

આ રેડમાં આવકવેરા વિભાગને લગભગ 300 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, પાર્ટીને ધીરજ સાહુના બિઝનેસ સાથે કોઈ લેવાદેવા નથી.

dhiraj shahu

જયરામ રમેશે કહ્યું કે, માત્ર તે જ કહી શકે છે કે આવકવેરા અધિકારીઓએ તેમના સ્થાનો પરથી આટલી મોટી રોકડ શા માટે કથિત રીતે રિકવર કરી છે.

આવકવેરા વિભાગે ઓડિશા અને ઝારખંડમાં ધીરજ સાહુના અનેક સ્થળો પર દરોડા પાડીને આ રોકડ જપ્ત કરી છે. આ રાજ્યોમાં ધીરજ સાહુના ઘર પર દરોડા 6 ડિસેમ્બરે શરૂ થયા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલી રોકડ રૂપિયા 300 કરોડ સુધી પહોંચી શકે છે.

દરોડામાં મળેલી રોકડ કોઈપણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં અત્યાર સુધી જપ્ત કરાયેલી સૌથી મોટી રોકડ છે. સૂત્રો અનુસાર, મોટાભાગની રોકડ ઓડિશામાં બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડના પરિસરમાંથી જપ્ત કરવામાં આવી છે.

આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા રોકડ જપ્ત કરવામાં આવતા રાજનીતિ ગરમાઈ છે. બીજેપી નેતાઓએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસના સાંસદ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જોવા મળ્યા હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X