લગ્નના 20માં દિવસે પતિએ પત્નીને તેના પ્રેમીને સોંપી દીધી, જાણો શું છે પુરો મામલો?
પ્રેમમાં લોકો કોઈપણ હદ વટાવી જતા હોય છે. જો કે આ દુનિયામાં ઘણા લોકો એવા પણ છે કે જે બે પ્રેમીઓને એક કરવા માટે પોતાનું બલિદાન આપે છે. આવો જ એક કિસ્સો ઝારખંડમાં જોવા મળ્યો છે.
અહેવાલો અનુસાર, આ ઘટના ઝારખંડની છે. એક કપલે નવા નવા લગ્ન કર્યા હતા. જો કે લગ્ન બાદ તરત જ પતિને ખબર પડી કે તેની પત્નીનું અન્ય કોઈ વ્યક્તિ સાથે અફેર ચાલી રહ્યું છે. આ સમાચાર બાદ પતિએ જે કર્યુ તે હવે વાયરલ છે. આ પતિએ પત્નીને તેના પ્રેમીના હવાલે કરવાનો નિર્ણય લઈ લીધો.

ઝારખંડના પલામુના મનાતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીતકિલા ગામના રહેવાસી સનોજ સિંહના લગ્ન લેસ્લીગંજના તુકાદિહની રહેવાસી પ્રિયંકા સાથે 10 મેના રોજ રીત-રિવાજો સાથે થયા હતા. લગ્ન બાદ બન્નેએ ભાગી જવાનો પ્લાન કર્યો. જો કે બન્ને ભાગવામાં સફળ થાય તે પહેલા જ સાસરિયાઓએ બંનેને પકડી લીધા હતા.
પ્રેમી જિતેન્દ્રએ સાસરીયાઓને પૂછપરછમાં જણાવ્યું કે પ્રિયંકા સાથે તેનો પ્રેમ સંબંધ 2012થી ચાલી રહ્યો છે. બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ પ્રિયંકાના પરિવારના સભ્યો આ માટે તૈયાર ન હતા. તેનું કારણ એ હતું કે બંનેની જાતિ અલગ હતી.
આખી ઘટનામાં મોટો વણાકં ત્યારે આવ્યો જ્યારે પ્રિયંકાના પતિને આ વાતની જાણ થઈ. પ્રિંયંકાના પિતાએ ઉતાવળમાં તેના લગ્ન સનોજ સાથે કરાવી દીધા હોવાના ખુલાસા બાદ સનોજ સિંહે પત્ની પ્રિયંકાને તેના પ્રેમી જિતેન્દ્રને સોંપવાનું નક્કી કર્યું.
પ્રિયંકા અને તેના બોયફ્રેન્ડ જિતેન્દ્રનું કહેવું છે કે તે બંને પુખ્ત વયના છે અને બંને સાથે જીવન વિતાવવા માંગે છે. દરમિયાન આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી. ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું કે પ્રિયંકાના પરિવારના સભ્યોને બોલાવીને તેમની સામે તેના પ્રેમી સાથે વિદાય આપવામાં આવે.












Click it and Unblock the Notifications
