For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈઃ એશિયાની સૌથી મોટી સ્લમમાં કોરોનાની એન્ટ્રી, ધારાવીમાં એક શખ્સનું મોત

મુંબઈઃ એશિયાની સૌથી મોટી સ્લમમાં કોરોનાની એન્ટ્રી, ધારાવીમાં એક શખ્સનું મોત

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દેશભરમાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે. કોરોનાએ એશિયાના સૌથી સ્લમ વિસ્તારમાં દસ્તક આપી દીધી છે. બુધવારે મુંબઈના ધારાવીના શાહૂ નગરમાં એક 56 વર્ષીય વ્યક્તિનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને સાયન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં ઈલાજ દરમિયાન તેનું નિધન થયું. તેના પરવિરાના અન્ય 7 લોકોને પણ હોમ ક્વારંટાઈન કરવામાં આવ્યા છે. આજે તેમના પણ ટેસ્ટ કરવામાં આશે. જે બિલ્ડિંગમાં તે રહે છે તે સીલ કરી દેવામાં આવી છે.

Coronavirus

મીડિયા રિપોર્ટ્સ મુજબ મુંબઈના ધારાવીના જે વ્યક્તિનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, તેની સાયન હોસ્પિટલમાં બુધવારે મોત થયું. તેને તાવ, ઉધરસ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. રાજ્યમાં બુધવારે કોરોનાવાયરસથી 4 લોકોના મોત થઈ ગયા છે જે બાદ મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે.

જ્યારે મુંબઈના વર્લી વિસ્તારના કોલીવાડાના 86 લોકોને પદ્દર હોસ્પિટલમાં ક્વારંટાઈન માટે શિફ્ટ કરવામાં આવ્યા છે. મુંબઈમાં સોમવારે કેટલાય લોકોના કોરોના વાયરસથી સંક્રમિત જણાયા બાદ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે વર્લીના કોલીવાડા ક્ષેત્ર અે ગોરેગાંવ ઉપનગર હૉટસ્પૉટ ઘોષિત કરી દીધું છે. મુંબઈમાં કોરોના વાયરસથી આઠ લોકોના મોત થઈ ચૂક્યાં છે અને 167 લોકો આનાથી સંક્રમિત જણાયા.

ગુજરાતમાં કોરોના વાયરસના 1 નવા દર્દી સાથે 74 દર્દીઓ નોંધાયાગુજરાતમાં કોરોના વાયરસના 1 નવા દર્દી સાથે 74 દર્દીઓ નોંધાયા

English summary
One Coronavirus positive case has been found in Shahu Nagar of Dharavi in Mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X