For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદના 8 સિંહ બાદ ઈટાવાની એક સિંહણ કોરોના સંક્રમિત

હૈદરાબાદના 8 સિંહ બાદ ઈટાવાની એક સિંહણ કોરોના સંક્રમિત

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનું સંક્રમણ હવે જાનવરોને પણ પોતાના લપેટામાં લઈ રહ્યું છે. હૈદરાબાદમાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહ કોરોના સંક્રમિત મળ્યા બાદ ઉત્તર પ્રદેશના ઈટાવામાં લાયન સફારીમાં એક સિંહણ કોરોના સંક્રમિત થઈ છે. રિપોર્ટ સામે આવ્યા બાદ સફારીમાં હડકંપ મચી ગયો છે. ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાનના સંયુક્ત ડાયરેક્ટર ડૉ કેપી સિંહે પુષ્ટિ કરતા જણાવ્યું કે ઈટાવા લાયન સફારીથી સિંહ-સિંહણના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક સંદિગ્ધ છે. બાકીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જણાવી દઈએ કે સફારીમાં બે સિંહણ બીમાર થયા બાદ 8 સિંહ સહિત તમામના સેમ્પલને તપાસ માટે ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાન બરેલી મોકલવામાં આવ્યા હતા.

coronavirus

ઈટાવા લાયન સફારીમાં સિંહણ જેનિફર અને ગૌરી બીમાર થવા પર બંનેને સફારી પાર્કના પશુ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બંનેનો ઈલાજ ચાલી રહ્યો છે. સફારીમાં અલર્ટની સાથોસાથ સુરક્ષાના તમામ ઈંતેજાર વધારી દેવામાં આવ્યા છે. જાનવરો પાસે જનારા તમામ કર્મચારીઓ માટે પીપીઈ કિટ કહેરવી ફરજીયાત કરી દેવાઈ છે. આની સાથે જ તમામ કર્મચારીઓના આરટીપીસીઆર રિપોર્ટ કરાવવામાં આવી રહ્યા છે. ઈટાવા સફારી પાર્કના સિંહના કોરોના તપાસ માટે આઠ સેમ્પલ મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ હજી સુધી નથી આવ્યો. જેવો જ રિપોર્ટ મળશે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે બરેલીથી એક સિંહણ કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ હડકંપ મચી ગયો છે.

આ પણ વાંચો- કોરોનાનો કહેરઃ વડોદરાના ત્રણ ગામમાં અસ્થાયી સ્મશાન ઘાટ બનાવ્યા

હૈદરાબાદમાં 8 સિંહ કોરોના પોઝિટિવ

નોંધનીય છે કે હૈદરાબાદ પ્રાણી સંગ્રહાલયમાં 8 સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ ઈટાવા લાયન સફારીથી 14 સિંહ-સિંહના 16 સેમ્પલ IVRIમાં તપાસ માટે મોકલાયા હતા. IVRIની બીએસએલ-3 લેબમાં ગુરુવારે થયેલ આરટી-પીસીઆર તપાસમાં એક સિંહણ જેનિફર કોરોના સંક્રમિત મળી છે. જ્યારે બીજી બીમાર સિંહણ ગૌરીના સેમ્પલ સંદિગ્ધ જણાઈ રહ્યા છે. તેમના રિપોર્ટ ઈટાવા લાયન સફારીની સાથે પ્રશાસનને મોકલી અપાયા છે.

English summary
one lion from etawah safari tested coronavirus positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X