વન નેશન ફ્રી રોમિંગની સુવિધા આવતા વર્ષે અમલી બનશે

Telecom
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર : નાણા મંત્રાલયે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ (ડોટ)ને 'એક રાષ્ટ્ર ફ્રી રોમિંગ'ના અમલીકરણ માટેની રૂપરેખા અને તેના અમલીકરણની સમયમર્યાદા તૈયાર કરવાનો નિર્દેશ કર્યો છે. આ આયોજનને પગલે મોબાઇલ ફોન યુઝર સમગ્ર દેશમાં નંબર બદલ્યા વિના અને વધારાના દર ચૂકવ્યા વિના વાત કરી શકશે.

આ અંગે સૂત્રોએ જણાવ્યું કે ડોટને વહેલામાં વહેલી તકે 'એક રાષ્ટ્ર ફ્રી રોમિંગ'ના અમલીકરણની રૂપરેખા તૈયાર કરવાનું જણાવવામાં આવ્યું છે. આ અંગે નાણા મંત્રાલયે ગયા મહિને પણ ડોટ પાસેથી વિગતો મંગાવી હતી પણ ડોટ દ્વારા કોઇ વિગત આપવામાં આવી ન હતી.

આ અંગે ડોટના સચિવ આર ચંદ્રશેખરે જણાવ્યું કે દેશમાં ફ્રી રોમિંગ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આવતા વર્ષે તેને અમલમાં મૂકવામાં આવશે. વર્તમાનમાં ટેલિકોમ વિભાગ યુનિફાઇડ લાયસન્સ (યુએલ) ગાઇડલાઇન્સ પર કામ કરી રહ્યો છે. આ માર્ગદર્શિકા નેશનલ ટેલિકોમ પોલિસી 2012નો જ એક ભાગ છે. યુએલનું કામ પૂરું થયા પછી લાયસન્સની બોલી લગાવવામાં આવશે. ત્યાર બાદ ફ્રી રોમિંગ અમલી બનાવાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X