One Nation One Election : વન નેશન વન ઈલેક્શનથી કેટલા ફાયદા કેટલા નુકસાન?
One Nation One Election : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં વન નેશન વન ઈલેક્શન લાગુ કરવાની જાહેરાત કરી છે. હવે લોકસભાથી લઈને પંચાયત સુધીની ચૂંટણીઓ સાથે રહેશે.
ભારતમાં વન નેશન-વન ઇલેક્શનના પ્રસ્તાવને 18 સપ્ટેમ્બર 2024ના રોજ મોદી કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

વન નેશન-વન ઇલેક્શનનો અર્થ એ છે કે લોકસભાની ચૂંટણીની સાથે સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા અને મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અને ગ્રામ પંચાયત સહિતની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે. આના ફાયદા અને નુકસાન બન્ને છે.
વન નેશન વન ઇલેક્શનના ફાયદા
- ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે : સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ બિન-લાભકારી સંસ્થા ચૂંટણી ખર્ચ પર નજર રાખે છે તેનો અંદાજ હતો કે 2023ની લોકસભા ચૂંટણીમાં 1 લાખ કરોડનો ખર્ચ થયો, જે 2019 ની ચૂંટણી કરતા બમણો હતો.
- લોકસભાની ચૂંટણી સાથે રાજ્યોમાં વિધાનસભા, સ્થાનિક સંસ્થા અને પંચાયતની ચૂંટણીઓ યોજાશે, તેથી તેમની ચૂંટણી માટે કોઈ અલગથી ખર્ચ કરવામાં આવશે નહીં.
- આચારસંહિતામાંથી મુક્તિ: ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ સંબંધિત વિસ્તારમાં આચારસંહિતા લાગુ થઈ જાય છે, જેના કારણે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ ચૂંટણી મોડમાં આવી જાય છે અને કામકાજ ઠપ થઈ જાય છે.
- સામાન્ય લોકો અટવાઈ જાય છે. વારંવારની ચૂંટણીઓને કારણે વ્યક્તિને વારંવાર આ સ્થિતિનો સામનો કરવો પડે છે જ્યારે વન નેશન-વન ચૂંટણી આદર્શ આચારસંહિતા વારંવાર લાગુ થવાથી રાહત રહેશે.
- સુરક્ષા દળો પર ઓછો બોજ : સ્થાનિક પોલીસની સાથે સુરક્ષા દળોને ચૂંટણી દરમિયાન સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે છે. ચૂંટણી દરમિયાન પુનરાવર્તિત ફરજમાંથી રાહત મળવાથી સુરક્ષા દળો પર કામનું ભારણ ઘટશે.
- વિકાસના કામોને વેગ મળશે : ચૂંટણીની આચારસંહિતા પણ વિકાસના કામો પર બ્રેક લગાવે છે. અત્યાર સુધી દેશમાં દરેક જગ્યાએ આવું વારંવાર થાય છે પરંતુ વન નેશન-વન ઈલેક્શન સાથે આવું પાંચ વર્ષમાં માત્ર એક જ વાર થશે. જેથી વિકાસના કામોને વેગ મળશે.
વન નેશન-વન ઇલેક્શનના ગેરફાયદા
- રાજ્ય સ્તરના મુદ્દાઓ દબાઈ જશે : એક રાષ્ટ્ર-એક ચૂંટણી પર રાજકીય પક્ષો વચ્ચે કોઈ સહમતિ નથી. તેનું કારણ એ છે કે પ્રાદેશિક પક્ષોને લાગે છે કે આ સિસ્ટમથી માત્ર રાષ્ટ્રીય પક્ષોને જ ફાયદો થશે.
- આનાથી પ્રાદેશિક પક્ષોને નુકસાન થવાનું છે, કારણ કે રાજ્ય સ્તરના મુદ્દાઓ રાષ્ટ્રીય મુદ્દાઓ પર છવાયેલા રહેશે. તેનાથી રાજ્યોના વિકાસને અસર થશે.
- ચૂંટણી પરિણામો : એવું પણ માનવામાં આવે છે કે એક ગેરફાયદો એ છે કે જો દેશમાં એક પક્ષની લહેર હોય અને એક સાથે ચૂંટણી થાય તો ચૂંટણીના પરિણામો પર પણ અસર પડી શકે છે.
- 3. રાજ્ય સરકારોની મનમાની વધશે : એવું માનવામાં આવે છે કે વન નેશન વન ઈલેક્શન સિસ્ટમના અમલથી રાજ્ય સરકારો નિરંકુશ બની જશે.
- ચૂંટણી પંચે વન નેશન વન ઈલેક્શનના અમલ પછી ઈવીએમની ખરીદી માટે દર 15 વર્ષે લગભગ ₹10,000 કરોડના રિકરિંગ ખર્ચનો અંદાજ મૂક્યો છે. જે હાલમાં હપ્તેથી ખર્ચવામાં આવે છે, જેના કારણે એકસામટો લોડ આવતો નથી.












Click it and Unblock the Notifications
