One Nation One Election : વન નેશન વન ઈલેક્શન કેવી રીતે અમલમાં આવશે? જાણી લો તમામ પડાવ

One Nation One Election: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વન નેશન વન ઈલેક્શનને મંજુરી આપી દીધી છે. જો કે વન નેશન વન ઈલેક્શનને અમલમાં લાવવા માટે સરકારે હજુ ધણા પડાવ પાર કરવાના છે.

સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી અપાયા બાદ લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાશે.

One Nation One Election

મહિનાઓની વિચાર-વિમર્શ બાદ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ વન નેશન-વન ઈલેક્શન યોજના પર પોતાનો અહેવાલ સુપરત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાસ વાત એ છે કે કેન્દ્રીય કેબિનેટ દ્વારા પાસ થયા બાદ હવે તેના અમલીકરણ માટે અનેક બંધારણીય અને કાયદાકીય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. આ એક મોટો ફેરફાર છે, તેથી તેને લાગુ કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવા પડશે.

  • બંધારણીય સુધારો : વર્તમાનમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાતી હોવાથી તેને એકસાથે યોજવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે. આ માટે બંધારણના અનુચ્છેદ 83, 85, 172, 174 અને 356માં સુધારાની જરૂર પડશે, જેથી કેન્દ્ર અને રાજ્યની ચૂંટણીઓ એકસાથે યોજી શકાય.
  • વિધાનસભા અને સંસદમાં બહુમતીઃ આ પ્રસ્તાવ પસાર કરવા માટે સંસદના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. આ સિવાય રાજ્યની વિધાનસભાઓમાં પણ આના પર સહમતી હોવી જરૂરી છે, કારણ કે તેની અસર રાજ્ય સ્તરની ચૂંટણી પર પણ પડશે.
  • ચૂંટણી પંચની કાયદાકીય અને ભૂમિકા : ચૂંટણી પંચે આ સિસ્ટમ માટે ચૂંટણીના નિયમો અને પ્રક્રિયાઓમાં વ્યાપક ફેરફારો કરવા પડશે. ચૂંટણી પંચની સંમતિ અને તેની સક્રિય ભાગીદારી પણ જરૂરી રહેશે, જેથી ચૂંટણી સુચારૂ રીતે થઈ શકે.
  • લોજિસ્ટિકલ પડકાર : એકસાથે ચૂંટણી યોજવા માટે વિશાળ સંસાધનોની જરૂર પડશે, જેમ કે મોટી સંખ્યામાં EVM મશીનો અને માનવ સંસાધન. આ માટે વ્યાપક તૈયારીઓ કરવી પડશે.
  • રાજકીય અને સર્વસંમતિ : આ પરિવર્તન માટે વ્યાપક રાજકીય સર્વસંમતિ પણ મહત્વપૂર્ણ છે. તેનું ભવિષ્ય પણ વિવિધ રાજકીય પક્ષોના સમર્થન કે વિરોધના આધારે નક્કી કરવામાં આવશે. આ સિવાય જાહેર અભિપ્રાય પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X