One Nation One Election : કેન્દ્રિય કેબિનેટમાં વન નેશન-વન ઈલેક્શનને મંજુરી, જાણો સંસદમાં ક્યારે આવશે?
One Nation One Election : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેબિનેટ બેઠકમાં વન નેશન વન ઈલેક્શન બીલને મંજુરી આપી દીધી છે. હવે આ બીલ સંસદમાં આવશે.
સમાચારો અનુસાર, આ બીલ શિયાળુ સત્રમાં જ સંસદમાં રજુ કરવામાં આવશે. જો બન્ને ગૃહોમાં પાસ થશે તો દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથએ યોજાશે.

વન નેશન વન ઈલેક્શન હેઠળ સમગ્ર દેશમાં એક જ સમયે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાશે. હાલ ભારતમાં અલગ-અલગ સમયે ચૂંટણીઓ યોજાય છે. આ વહીવટ, વિકાસ કાર્ય અને સરકારી સંસાધનોને અસર કરે છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ભલે બે રાજ્યોની ચૂંટણી એક સાથે નથી કરાવી શકતી પરંતુ આ બીલને લઈને સતત રાજનીતિ કરી રહી છે. વિપક્ષ સરકાર પર આવા ગંભીર મુદ્દે સતત રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહ્યું છે.
આ બીલ મુદ્દે વાત કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધરૂપ બને છે. દરેક ચૂંટણીમાં મોટા પ્રમાણમાં સમય, નાણાં અને સરકારી સંસાધનો ખર્ચાય છે. તમામ ચૂંટણીઓ એકસાથે યોજાશે ત્યારે સરકાર વિકાસના કામો અને યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.












Click it and Unblock the Notifications
