શોપિયાં એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં હાલમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાંના એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર માર્યો ગયો છે.
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં હાલમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાંના એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર માર્યો ગયો છે. જમ્મુ કાશ્મીર પોલીસ ઘ્વારા તેની જાણકારી આપવામાં આવી છે. આ એન્કાઉન્ટર શુક્રવારે સવારેથી શરુ થયું છે. જમ્મુ કાશ્મીર પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે હજુ સુધી માર્યા ગયેલા આતંકીઓની ઓળખ નથી થઇ શકી.

હાલમાં ફાયરિંગ બંધ છે પરંતુ આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાને શોપિયાંના નરવેલ વિસ્તારમાં આતંકીઓ હોવાની જાણકારી મળી હતી. ત્યારપછી સર્ચ એન્ડ કોડન ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું. જે સમયે સર્ચ ઓપરેશન ચાલુ હતું ત્યારે આતંકીઓ ઘ્વારા ફાયરિંગ શરુ કરી દેવામાં આવી. બીજી તરફ સુરક્ષાબળો ઘ્વારા પણ તેનો જવાબ આપવામાં આવ્યો.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર: એન્કાઉન્ટરમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યા












Click it and Unblock the Notifications
