જમ્મુ કાશ્મીર: એન્કાઉન્ટરમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મળતી જાણકારી અનુસાર સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે.
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મળતી જાણકારી અનુસાર સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના કિંગમના દામોદરા વિસ્તારમાં ચાલી રહ્યું છે. આતંકીઓ પાસેથી ગોળા બારૂદ અને હથિયારો મળી આવ્યા છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ સેનાએ 11 જૂને શોપિયાંમાં બે આતંકીઓને ઠાર માર્યા હતા. બંને આતંકીઓ અંસાર ગજાવતુલ હિંદના સદસ્ય હતા, જેની ઘણા મામલે અંગે પોલીસ તપાસ કરી રહી હતી.

આપને જણાવી દઈએ કે મંગળવારે દક્ષિણ કાશ્મીરમાં થયેલા એનકાઉન્ટરમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી હતી. આ એનકાઉટરમાં તેમણે જૈશ એ મોહમ્મદના બે આતંકીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા આતંકીમાંથી એકની ઓળખ 17 વર્ષીય સજ્જાદ ભટ તરીકે થઈ છે. સજ્જાદ ભટ એ જ આતંકી છે જેની કારનો ઉપયોગ 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલા માટે થયો હતો. જમ્મુ-શ્રીનગર હાઈવે પર લેતપોરામાં થયેલા આ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. સજ્જાદે જ સોમવારે પુલવામામાં સેનાના કાફલા પર આઈઈડી હુમલાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો: પુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર












Click it and Unblock the Notifications
