For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વનઇન્ડિયાને મળ્યો CMSB વેબ મીડિયા ઑફ ધ ઇયર એવોર્ડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેગ્લોર: સૌથી વધુ ભાષાઓમાં કન્ટેટ પુરું પાડનારી વેબસાઇટ વનઇન્ડિયા ડૉટ ઇનને કાઉંસિલ ફૉર મીડિયા એન્ડ સેટેલાઇટ બ્રૉડકાસ્ટિંગ, નવી દિલ્હીએ વેબ મીડિયા ઑફ ધ ઇયરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ બેગ્લોરના કન્ટ્રી ક્લબમાં આયોજીત પ્રથમ સીએમએસબી એવોર્ડ 2013માં આપવામાં આવ્યો હતો. આ અવસરે મીડિયા તથા અન્ય ક્ષેત્રોના લોકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

એવોર્ડ સમારોહમાં હાઇવે ચેનલના આશીષ જૈન, દૈનિક ભાસ્કરના હર્ષ પાંડેય. ડીએનએની સુમન શર્માને જર્નલિસ્ટ ઑફ ધ ઇયરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુધી દર્શની, ક્રાઇમ ડાયરીની સાપ્તાહિક ન્યૂઝપેપર ઑફ ધ ઇયર, એમજી ટેલીવિઝન કન્નડને ઇમર્જિંગ ડિઝિટલ ન્યૂઝ ચેનલ, પશ્વિમ બંગાળના એ ટીવીને એફએમ રેડિયો ઑફ ધ ઇયર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આર્ટ એન્ડ ગેલેરીનો એવોર્ડ બેગ્લોરના સરાનિમા સો,અ. રાજેન્દ્ર મારૂ અને મરૂધર આર્ટ્સને આપવામાં આવ્યો હતો.

એક્સીલેંસ લીડર ઑધ ફ ઇયરનો એવોર્ડ પ્રિય કૃષ્ણને, ઇન્ડિયા એમ્બેસ્ડર ઑફ ધ ઇયર ઇન્ફોસિસના સંસ્થાપક એન આર નારાયણ મૂર્તિને, સિવિલ સર્વંટ ઑફ ધ ઇયર છત્તીસગઢના અમિત કટારિયા, કર્ણાટકના એમએન વિદ્યાશંકર અને સિવિલ સર્વેંટ ઑફ ધ ઇયર (આઇપીએસ) કર્ણાટકના ડીજીપી એલ આર પચાઓને આપવામાં આવ્યો હતો. સોશિયલ વર્કર ઑફ ધ ઇયર અરૂણ અગ્રવાલ, જયંત કિરી, સુરેશ ગૌડા, એમ કરિયપ્પા અને મોનાલિસા મોહંતીને આપવામાં આવ્યો હતો.

oneindia-cmsb-award

સોશિયલ ઓર્ગેનાઇજેશન ઑફ ધ ઇયર એક્સેસ ડેવલોપમેન્ટ સર્વિસીસને, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ઑફ ધ ઇયર બિલાસપુરના ડૉ. દેવરસ, સ્પેશિયલ ટીચર ઑફ ધ ઇયર ડૉ સવિતા સાઇ રામ, ડૉક્ટર ઑફ ધ ઇયર ફોર્ટિસની ડૉ મનીષા સિંહ, સેંટ જોન્સની ડૉ. રીત લોબો. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝનો એવોર્ડ બ્રેથ એન્ડ કો. લિમિટેડ અને એનએમડીસી લિમિટેડને. પીએસયૂ સીએમડીનો એવોર્ડ સુશીલ કુમાર રિષિને, રૂરલ ડૉક્ટર તિરૂચિરાપલ્લીને ડૉ. જે પ્રેમકુમારને પસંદ કરવામાં આવ્યા હતા.

એંટ્રિપ્રિન્યોર ઑફ ધ ઇયરનો એવોર્ડ ઇન્ડિયન મીડિયા વર્ક્સના એસ પચિયા દાશને આપવામાં આવ્યો હતો. એક્સિલેંટ ડેવલોપરનો એવોર્ડ શોભા ડેવલપર્સને, લોયર ઑફ ધ ઇયર કલકત્તાના એડવોકેટ નારાયણને, એક્સિલેંસ સ્પિરૂચુઅલ એન્ડ સોશિયલ ઓર્ગેનાઇઝેશનનો એવોર્ડ આર્ટ ઑફ લિવિંગને આપવામાં આવ્યો હતો. લાઇફટાઇમ એચીવમેન્ટનો એવોર્ડ પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાને આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ, ડૉ. એચ આર ભારદ્વાજ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતા. તેમના ઉપરાંઅ આર્ટ ઑફ લિવિંગના સ્વામી જતાદેવ, કર્ણાટકના લોકાયુક્ત ડેપ્યુટી કમિશ્નર સૈયદ રિયાજ, ફ્રિડમ ફાઇટર એચ એસ દોરાઇ સ્વામી, કર્ણાટકના ડીજીપી એલ આર પચાઓ. એનએમડીસીના મેઘરાજ, ફિલ્મ અભિનેત્રી ભારતી વિષ્ણુવર્ધન પણ ઉપસ્થિત રહ્યાં હતા.

English summary
Oneindia.in has been conferred with the Web Media of the year award by Council for Media and Satellite Broadcasting, News Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X