ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યાના મહિના બાદ કરી પ્રશંસા, કહ્યુ- માત્ર કોંગ્રેસ જ આ કરી શકે છે

કોંગ્રેસ પક્ષ સાથેના તેમના દાયકાઓ જૂના સંબંધો છોડ્યાના મહિનાઓ પછી ગુલામ નબી આઝાદે પક્ષની પ્રશંસા કરી છે.

શ્રીનગરઃ કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે રવિવારે કહ્યુ કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને પડકારી શકે છે. આમ આદમી પાર્ટી માત્ર કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્લીની છે. કોંગ્રેસ પક્ષ સાથેના તેમના દાયકાઓ જૂના સંબંધો છોડ્યાના મહિનાઓ પછી ગુલામ નબી આઝાદે કહ્યુ કે તેઓ કોંગ્રેસની બિનસાંપ્રદાયિકતાની નીતિની વિરુદ્ધ નથી પરંતુ તેની નબળી પાર્ટી સિસ્ટમની વિરુદ્ધ હતા.

Ghulam Nabi Azad

શ્રીનગરમાં ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ગુલામ નબી આઝાદે કહ્યુ, 'હું કોંગ્રેસથી અલગ થઈ ગયો છુ પરંતુ હું તેમની બિનસાંપ્રદાયિકતાની નીતિની વિરુદ્ધ ન હતો. મારુ પક્ષ છોડવાનુ કારણ માત્ર પાર્ટી સિસ્ટમના નબળા પડવાના કારણે હતુ. હું હજુ પણ ઈચ્છુ છુ કે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સારુ પ્રદર્શન કરે. AAP આ કરવા સક્ષમ નથી.' કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યુ કે પાર્ટી હિંદુ, મુસ્લિમ અને ખેડૂતો સાથે ચાલે છે. આમ આદમી પાર્ટી આ રાજ્યોમાં કંઈ કરી શકે તેમ નથી. તેઓ પંજાબમાં નિષ્ફળ ગયા છે અને પંજાબના લોકો તેમને ફરીથી વોટ નહિ આપે.

આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા આઝાદે કહ્યુ, 'આમ આદમી પાર્ટી માત્ર કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્લીની પાર્ટી છે. તેઓ પંજાબને અસરકારક રીતે ચલાવી શકતા નથી. માત્ર કોંગ્રેસ જ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપને પડકારી શકે છે કારણ કે તેની એક સમાવેશી નીતિ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાના કેન્દ્રના વિચારનો સંકેત પર તેમણે કહ્યુ કે તેઓએ આ મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે અને જો કેન્દ્ર સરકાર આમ કરે તો તે આવકારદાયક પગલુ છે.

તમને જણાવી દઈએ કે ગુલામ નબી આઝાદ ડોડાના પ્રવાસે છે. તેઓ આગામી દિવસોમાં અનેક પ્રતિનિધિમંડળોને મળશે અને ત્યાં અનેક રેલીઓને સંબોધશે. ગુલામ નબી આઝાદે 26 ઓગસ્ટના રોજ કોંગ્રેસ પક્ષ સાથે 52 વર્ષ જૂના સંબંધો તોડી નાખ્યા હતા. ઓક્ટોબરમાં આઝાદે તેમના નવા રાજકીય સંગઠન 'ડેમોક્રેટિક આઝાદ પાર્ટી'ની જાહેરાત કરી હતી. સોનિયા ગાંધીને આપેલા તેમના રાજીનામાના પત્રમાં તેમણે છેલ્લા નવ વર્ષોમાં કોંગ્રેસને જે રીતે ચલાવવામાં આવી છે તેના પર પાર્ટી નેતૃત્વ, ખાસ કરીને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X