માત્ર હિન્દુત્વથી સુધરશે દેશની પરિસ્થિતિ: મોહન ભાગવત

મોદીનું કદ વધારવાનો વિરોધ કરી રહેલા બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણી અને બિહારના મુખ્યમંત્રી નીતિ કુમારનું નામ લીધા વગર તેમણે કહ્યું કે 'કોઇ પસંદ કરે કે ના કરે, હિન્દુત્વ જ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા દેશમાં પરિવર્તન લાવી શકાશે. તેનાથી જ દેશનું સમ્માન શક્ય છે.' ભાગવતે જણાવ્યું કે 'અમે નેતા અને એજેન્ડા બદલીને જોઇ લીધું, કંઇ કામમાં આવ્યું નહીં. રાજનીતિ દ્વારા ભારતને મહાશક્તિ બનાવી ના શકાય, એવું માત્ર હિન્દુત્વથી જ કરી શકાશે.'
સંઘ પ્રમુખે દેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે સરહદો સુરક્ષિત નથી, દેશની અંદર પણ ખતરો મંડરાઇ રહ્યો છે. 'ચીન આપણી સરહદમાં ધસી આવ્યું અને આપણે તેને પાઠ ભણાવવાનું સાહસ ના કરી શક્યા. તિબ્બત પર કબ્જો જમાવ્યા બાદ તે ભારતીય રાજ્યો પર પણ પોતાનો હક જતાવવા સાહસ કરે છે અને પોતાની શરતો પર સીમા છોડે છે. પાકિસ્તાનમાં સરબજીત સિંહની હત્યા કરી દેવામાં આવી'
નક્સલી સમસ્યાનો ઉલ્લેખ કરતા સંઘ પ્રમુઘે જણાવ્યું કે માઓવાદી બંદૂકની અણીએ સત્તા હાસલ કરવાનું વિચારી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આવા લોકો બોલીની નહીં ગોળીની ભાષા સમજે છે અને તેમની સાથે એ જ ભાષામાં વાત થવી જોઇએ.












Click it and Unblock the Notifications
