Operation Kaveri: સૂદાનમાં ફસાયેલા ભારતીયોનો ત્રીજો જથ્થો પણ સુરક્ષિત નીકળ્યો, જલ્દી પહોંચશે ભારત
Operation Kaveri: સૂદાનમાં હિંસાના કારણે ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ભારત સરકાર તરફથી ઑપરેશન કાવેરી લૉન્ચ કરવામાં આવી રહ્યુ છે. મિશન કાવેરી હેઠળ 135 ભારતીયોનો ત્રીજો જથ્થો ભારત પાછો આવી રહ્યો છે.
સુદાનમાં ફસાયેલા 135 ભારતીય નાગરિકો ભારતીય વાયુસેનાના વિમાન C-130 દ્વારા જેદ્દાહ પહોંચ્યા છે. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ટ્વિટ કરીને આની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે જે ભારતીયો જેદ્દાહ પહોંચી ગયા છે, તેમની ભારતની યાત્રા ટૂંક સમયમાં શરૂ થશે.

અગાઉ, |પરેશન કાવેરી હેઠળ, 121 ભારતીય નાગરિકોની પ્રથમ બેચને વાયુસેનાના વિમાન દ્વારા સુદાનથી જેદ્દાહ લાવવામાં આવી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં આ લોકોને તેમના ઘરે પરત લાવવામાં આવશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને આ લોકો વિશે માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુદાનમાંથી 3000 થી વધુ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે આકસ્મિક યોજનાઓ તૈયાર કરવાની સૂચના આપી હતી.
નોંધનીય છે છે કે, હિંસાગ્રસ્ત સુદાનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે સોમવારે ઑપરેશન કાવેરી શરૂ કર્યુ હતુ.સુદાનમાં સૈન્ય અને અર્ધલશ્કરી જૂથ વચ્ચે સત્તા મેળવવા માટે ઉગ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે સુદાનમાં ફસાયેલા આપણા નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરૂ થયું છે.ભારતીય જહાજો અને વિમાન ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે તૈયાર છે.
ભારતે રવિવારે જણાવ્યુ હતુ કે હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને આફ્રિકન દેશમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તેની આકસ્મિક યોજનાના ભાગરૂપે બે C-130J લશ્કરી પરિવહન વિમાન જેદ્દાહમાં ઉડવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે. એક નૌકાદળના જહાજ INS સુમેધા એક મહત્વપૂર્ણ બંદર પર તૈનાત રાખવામાં આવ્યુ હતુ.
#WATCH | #OperationKaveri - the next step.
— ANI (@ANI) April 26, 2023
"The first C-130 lands flight lands in Jeddah with another 121 passengers. They will be reaching home soon," tweets EAM Dr S Jaishankar
(Source: EAM's Twitter handle) pic.twitter.com/SQxTLPp0DV
#WATCH | "The second batch of 121 stranded Indians leaves Port Sudan for Jeddah onboard IAF C-130J aircraft. Another sortie to follow," tweets MEA spokesperson Arindam Bagchi#OperationKaveri pic.twitter.com/tn1b7sb5cO
— ANI (@ANI) April 25, 2023
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો










Click it and Unblock the Notifications
