સર્વે : ગુજરાતમાં BJP અને કોંગ્રેસને 2017માં મળશે આટલા વોટ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને એક તરફ જ્યાં ગુજરાતનું રાજકારણ હાલ ગરમાયું છે ત્યાં ઓપિનિયન પોલમાં થયેલા એક સર્વેમાં આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે હોવાની જાણકારી બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા જ શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ જીતવા માટેને દાવેદારી નોંધાવાની શરૂ કરી લીધી છે. ત્યાં જ પીએમ નરેન્દ્ર મોદી પણ તેમની ગુજરાત મુલાકાતો વધારી દીધી છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ તેમના હોમ સ્ટેટમાં રાજ્ય સભાની ચૂંટણીમાં અચાનક જ થયેલી કોંગ્રેસની જીત પછી પાવરફૂલ રણનીતિ બનાવાના મૂડમાં આવી ગયા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલી એબીપી ન્યૂઝ, લોકનીતિ સીએસડીએસ દ્વારા એક ઓપિનિયન પોલ કરવામાં આવ્યો છે. જેમાં ભાજપની સ્થિતિ મજબૂત લાગી રહી છે. જાણો આ સર્વે વિષે વિગતવાર અહીં....

ભાજપને મળશે 144નો આંકડો

ભાજપને મળશે 144નો આંકડો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને એબીપી ન્યૂઝ અને લોકનીતિ સીએસડીએસ જે ઓપિનિયન પોલ ગુજરાતમાં કર્યો છે તેમાં સૌથી વધુ સીટો ભાજપને મળવાની સંભાવના બનેલી છે. ઓપિનિયન પોલ મુજબ ભાજપને આ ચૂંટણીમાં 144 થી 152 સીટો મળવાનું અનુમાન છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી 26 થી 32 સીટા જ મેળવી શકશે તેવી સંભાવના ઓપિનિયન પોલમાં બહાર આવી છે. સાથે જ અન્ય પાર્ટીને પણ 3 થી 7 સીટો મળશે તેવું અનુમાન છે.

સર્વે

સર્વે

સર્વેમાં કોંગ્રેસની હાલત 2012 થી પણ વધુ ખરાબ હોવાનું જણાવવામાં આવ્યું છે. ગુજરાતના ચારે ઝોનમાં ભાજપ આગળ દેખાઇ રહી છે. મોદીની લહેર એક વાર ફરી ગુજરાતમાં દેખાય તેવી સંભાવનાઓ રહેલી છે. જો આ વાત સાચી પડી તો ગુજરાતમાં ભાજપ લાંબા સમય સુધી સત્તામાં રહેનારી પાર્ટી બની જશે

સર્વેમાં કેટલા વોટ મળ્યા

સર્વેમાં કેટલા વોટ મળ્યા

એબીપી ન્યૂઝ અને લોકનીતિ સીએસડીએસના ઓપિનિયન પોલમાં ઉત્તર ગુજરાતમાં ભાજપની સ્થિતિ ખૂબ જ મજબૂત હોવાનું જણાવવામાં આવ્યું છે. વળી મધ્ય ગુજરાતમાં પણ નજર નાખીએ તો ભાજપના ખાતામાં 56 ટકા વોટ પડ્યા છે. જ્યારે કોંગ્રેસને આ મામલે ખાલી 30 ટકા લોકોએ જ પોતાનો મત આપ્યો છે.

દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાત

તો આદિવાસી વિસ્તાર સમતે દક્ષિત ગુજરાતમાંથી પણ ભાજપને 54 ટકા વોટ મળવાની સંભાવના રહેલી છે. કોંગ્રેસના ખાતામાં આ મામલે દક્ષિણ ગુજરાતમાંથી ખાલી 27 ટકા વોટ જ મળ્યા છચે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને જોઇએ તો ત્યાં પણ ભાજપની સ્થિતિ પ્રબળ દેખાઇ રહી છે. ત્યાં 65 ટકા વોટ ભાજપને મળવાની સંભાવના છે. અને કોંગ્રેસને 26 ટકા વોટ મળી તેવી સંભાવના છે.

English summary
opinion poll gujarat 2017 assembly election big challenge for pm modi amit shah.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.