Rajasthan Opinion Poll: રાજસ્થાનની જનતા કોની સાથે છે - કોંગ્રેસ કે ભાજપ, જાણો આ સર્વેના પરિણામો

Rajasthan Opinion Poll: રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે, જેના પરિણામ 3 ડિસેમ્બરે આવશે. સીએમ અશોક ગેહલોતે દાવો કર્યો કે આ વખતે રાજ્યમાં નવો ઈતિહાસ લખાશે, જ્યારે બીજેપીએ કહ્યું કે ઈતિહાસનું પુનરાવર્તન થશે.

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને વિશ્વાસ છે કે તેમની કલ્યાણકારી યોજનાઓને કારણે આ વખતે પરંપરા તૂટી જશે અને તેઓ સતત બીજી વખત ચૂંટણીમાં જીતશે.

gehlot-modi

કોંગ્રેસને બહુમત મળશે કે નહિ એ તો 3 ડિસેમ્બરે પરિણામના દિવસે ખબર પડી જશે. જો કે, આ દરમિયાન જનતાનો મૂડ જાણવા માટે એનડીટીવીએ સીએસડીસી-લોકનીતિ સાથે મળીને એક સર્વે કર્યો છે, જેના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.

સર્વે મુજબ રાજસ્થાનના માત્ર 14 ટકા મતદારો કોંગ્રેસ સરકારથી સંપૂર્ણ રીતે અસંતુષ્ટ છે. 43 ટકા લોકો કોંગ્રેસ સરકારથી સંપૂર્ણ સંતુષ્ટ છે, જ્યારે અમુક અંશે સંતુષ્ટ મતદારોની ટકાવારી 28 ટકા હતી. 71 ટકા મતદારોને સામાન્ય રીતે ગેહલોત સરકારથી કોઈ ફરિયાદ નથી. 10 ટકા મતદારો કોંગ્રેસ સરકારથી અમુક અંશે અસંતુષ્ટ છે.

વળી, 55 ટકા લોકો નરેન્દ્ર મોદી સરકારના કામથી સંતુષ્ટ છે. 24 ટકા લોકો અમુક અંશે સંતુષ્ટ છે. રાજસ્થાનના અંદાજે 79 ટકા મતદારોને નરેન્દ્ર મોદી સરકારથી કોઈ ફરિયાદ નથી. મોદી સરકારથી અમુક અંશે અસંતુષ્ટ લોકોની ટકાવારી 8 હતી. જો કે, 7 ટકા લોકો સંપૂર્ણપણે અસંતુષ્ટ હતા.

સર્વેમાં જનતાને પૂછવામાં આવ્યુ કે અશોક ગહેલોત કે નરેન્દ્ર મોદી કોનો ચહેરો જોઈને મત આપશો, તેના જવાબમાં આવેલા પરિણામ મુજબ 37 ટકા લોકો પીએમ મોદી સાથે જોવા મળ્યા હતા. 32 ટકા લોકો મુખ્યમંત્રી સાથે હતા. 20 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ સમજી-વિચારીને વિચારીને મતદાન કરશે. મતદાન કરતી વખતે તમારા માટે પક્ષ સૌથી મહત્વપૂર્ણ છે કે ઉમેદવાર. આના જવાબમાં 31 ટકા લોકોએ કહ્યું કે તેઓ પાર્ટીને જોઈને વોટ કરે છે, જ્યારે 30 ટકા લોકો ઉમેદવારને જોઈને વોટ આપવાની વાત કરતા જોવા મળ્યા હતા.

સર્વેના પરિણામ મુજબ 55 ટકા રાજપૂત મતદારો ભાજપને સમર્થન આપશે જ્યારે 33 ટકા રાજપૂતો કોંગ્રેસ તરફી છે. રાજ્યના 46 ટકા દલિત મતદારો કોંગ્રેસ સાથે જ્યારે 44 ટકાએ ભાજપને સમર્થન આપતા જોવા મળ્યા. 45 ટકા ઓબીસીભાજપ સા થે છે જ્યારે 35 ટકા ઓબીસી કોંગ્રેસ સાથે છે. આદિવાસીઓમાં 48 ટકા ભાજપને, જ્યારે 36 ટકા કોંગ્રેસને મત આપવાના છે. સર્વેમાં ભાગ લેનારા મુસ્લિમ મતદારોમાંથી 86 ટકાએ કોંગ્રેસને સમર્થન આપ્યું, જ્યારે 9 ટકા મુસ્લિમ મતદારોએ ભાજપને સમર્થન આપ્યું હતું.

મહિલા મતદારોની વાત કરીએ તો 45 ટકા મહિલાઓ ભાજપ સાથે જ્યારે 39 ટકા મહિલાઓ કોંગ્રેસ સાથે છે. પુરૂષ મતદારોમાં 43 ટકા ભાજપ અને 41 ટકા કોંગ્રેસ સાથે હતા. યુવા મતદારોમાં, 45 ટકા ભાજપને, જ્યારે 35 ટકા કોંગ્રેસ સાથે રહેશે.

સર્વેમાં ચૂંટણી મહત્વના મુદ્દા વિશે સવાલના જવાબમાં 21 ટકા લોકોએ બેરોજગારી અને 20 ટકા લોકોએ મોંઘવારીને મુખ્ય મુદ્દા ગણાવ્યા. વળી, 15 ટકાએ ગરીબી, 13 ટકાએ વિકાસ, 7 ટકાએ ભ્રષ્ટાચાર અને 21 ટકાએ કહ્યું કે અન્ય મુદ્દાઓને સૌથી મહત્ત્વના મુદ્દા ગણાવ્યા. તમને જણાવી દઈએ કે આ સર્વે 24થી 30 ઓક્ટોબર વચ્ચે કરવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X