For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીટ-જેઈઈ અંગે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો - છાત્રોના મનની વાત સાંભળે પીએમ

સપ્ટેમ્બરમાં યોજાનાર નીટ-જેઈઈ પરીક્ષા વિશે વિપક્ષ કેન્દ્ર સરકાર પર હુમલાવર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સપ્ટેમ્બરમાં યોજાનાર નીટ-જેઈઈ પરીક્ષા વિશે વિપક્ષ કેન્દ્ર સરકાર પર હુમલાવર છે. વિપક્ષે કેન્દ્ર સરકારને પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરી છે. કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છાત્રોના મનની વાત સાંભળવાનો આગ્રહ કર્યો છે. પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પરીક્ષા કરાવનારી એજન્સીને ફરીથી પોતાના નિર્ણય પર વિચાર કરવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે કોવિડ-19ના કારણે છાત્રોએ સપ્ટેમ્બરમાં જેઈઈ(મેઈન) અને નીટ 2020ની પરીક્ષા કરાવવાનો વિરોધ કર્યો હતો. આ વિશે સર્વોચ્ચ ન્યાયાલયના દરવાજા પણ ખખડાવ્યા હતા. હાલમાં જ સુપ્રીમ કોર્ટે નીટ-જેઈઈ પરીક્ષાઓને રોકવા અંગેની અરજીઓ ફગાવી દીધી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ વિવિધ પરીક્ષાઓની તારીખોનુ એલાન કરી દીધુ હતુ. આ વિશે વિપક્ષે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે અને સરકારને પરીક્ષા રદ કરવાની માંગ કરી છે.

રાહુલ ગાંધીએ પીએમ પર સાધ્યુ નિશાન

રાહુલ ગાંધીએ પીએમ પર સાધ્યુ નિશાન

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે આજે આપણા લાખો છાત્રો સરકારને કંઈક કહી રહ્યા છે. નીટ, જેઈઈ પરીક્ષા વિશે તેમની વાત સાંભળવી જોઈએ અને સરકારે એક સાર્થક ઉકેલ લાવવો જોઈએ. ભારત સરકારે નીટ, જેઈઈ પરીક્ષા વિશે છાત્રોના મનન વાત સાંભળવી જોઈએ અને એક સ્વીકાર્ય સમાધાન પર પહોંચવુ જોઈએ.

અધીર રંજન ચૌધરીએ લખ્યો પત્ર

અધીર રંજન ચૌધરીએ લખ્યો પત્ર

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પરીક્ષા ટાળવા માટે પીએમ મોદીને પત્ર લખ્યો છે. તેમણે લખ્યુ છે કે જ્યાં સુધી કોવિડની સ્થિતિ સ્થિર ન થઈ જાય ત્યાં સુધી માટે નીટ, જેઈઈની પરીક્ષાને ટાળી દેવામાં આવે. તેમણે લખ્યુ કે છાત્રો એ વાત માટે તણાવમાં છે કે પરીક્ષામાં શામેલ થવા પર તે કોઈ પ્રકારના સંક્રમણથી બચી શકશે કે નહિ.

મનીષ સિસોદિયાએ પણ કર્યો હુમલો

મનીષ સિસોદિયાએ પણ કર્યો હુમલો

દિલ્લીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ પણ સરકાર પર હુમલો કર્યો છે. સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યુ કે, 'સરકાર નીટ-જેઈઈના નામ પર છાત્રોની જિંદગી સાથે રમી રહી છે. મારી કેન્દ્ર સરકારને નિવેદન છે કે સરકાર આ બંને પરીક્ષાઓ તરત જ રદ કરે અને પ્રવેશની વૈકલ્પિક વ્યવસ્થા કરે. અભૂતપૂર્વ સંકટના સમયમાં અભૂતપૂર્વ પગલાં જ સમાધાન નીકળશે.'

પાકિસ્તાને 12 કલાકમાં જ ફેરવી તોળ્યુ, 'દાઉદ અમારે ત્યાં નથી'પાકિસ્તાને 12 કલાકમાં જ ફેરવી તોળ્યુ, 'દાઉદ અમારે ત્યાં નથી'

English summary
Opposition leader asked pm modi to cancel neet jee exam in coronavirus pandemic time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X